પાડોશી જ નીકળ્યો ચોર, ચોરીનો 17 લાખના સોના ચાંદીના ઘરેણાં કબજે: આરોપીએ પોતાની ચા ની લારી પાસે દાટયા હતા ચોરીના દાગીના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના બગવાડા હાઇસ્કુલ સામે રહેતા હીનાબેન દિનેશભાઈ સોલંકી પરિવાર સાથે આજથી ચાર મહિના પહેલા ગોવા ફરવા માટે ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઇ પાડોશમાં જ રહેતા બાલકળષ્ણ પૂર્વે વિકાસ લાલદેવસિંગ કોથરી મૂળ રહે.ફકોલી ગામ, તાલુકા પાનાપુર,બિહારનાઓએ રાત્રે ગેસના પાઇપના સહારે ઉપરના માળે જઈ સ્લાઈડીંગ બારી ખસેડી બેડરૂમમાં પ્રવેશ કરી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી આ તમામ દાગીના પોતાની ચાની લારી પાસે દાટી દીધા હતા.
પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ચંદુભાઈ સુરપાલ સંગાડાને મળેલ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ અરુણ હરિヘંદ્ર તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે આરોપીના ઘરે તપાસ દરમિયાન આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને પૂછપરછ દરમિયાન તેણે આ ચોરીની કબુલાત કરી. આ ચોરીના દાગીના પોતાની ચા ની લારી પાસે દાટી દીધેલ હોય પોલીસે આ ચોરીના તમામ દાગીના સોનાના ઘરેણાં રૂા.16,86,685 અને ચાંદીના દાગીના 3,950 મળી કુલ રૂા.16,90, 685 ના સોના-ચાંદીના દાગીના કબજે લઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ પારડી પોલીસને ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે.