October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં ચોમાસુ ડાંગરની મોટાપાયે ખેતી થતી હોય છે. અને તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ ખેડૂતો કરતા આવેલ છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો સિંચાઈના અભાવે ઉનાળુ ડાંગરનો પાક લઈ શકતા નથી. ત્‍યારે આખા વર્ષના અનાજનો મદાર પણ ચોમાસાના ડાંગરના પાક ઉપર જ નિર્ભર હોય છે. સાથે પશુઓ માટે ડાંગરના પુળિયા પણ ઉપલબ્‍ધ થતા હોય ખેડૂતોને ઘાસચારાની પણ ચિંતા હોતી નથી.
ચાલુ સિઝને એકંદરે સારો અને પૂરતા પ્રમાણમાં માફકસર વરસાદ હોય તાલુકામાં ડાંગરનો મહત્તમ પાક સફળ રહ્યો હતો. અને ડાંગરનો પાક તૈયાર થઈ ને ખેતરમાં લહેરાઈ રહ્યો હતો. તે દરમ્‍યાન આખા માસમાં પણહાલે છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા વરસાદમાં ડાંગરના પાકને વ્‍યાપક નુકશાન થવા પામ્‍યું છે.
પવન સાથેના વરસાદમાં ઘણા ગામોમાં ડાંગરનો તૈયાર ઉભેલો પાક પડી જવા સાથે લપેટાઈ જવા પામ્‍યો છે. બીજી તરફ ઘણા ખેડૂતોએ કાપણી કરી નાંખી હતી તે પાક ખેતરમાં પાણી પાણી થઈ જતા પલળી જતા ખેડૂતોની સિઝનભરની મહેનત પર પાણી ફરી વળ્‍યું છે. બીજી તરફ ખેડૂતોએ બિયારણ, ખાતર, મજૂરી પાછળ કરેલ ખર્ચ પણ માથે પડવાની અને ઘણા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્‍થિતિ સર્જાઈ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં સરકાર દ્વારા ડાંગરના પાકમાં નુકશાની અંગેનો જરૂરી સર્વે કરાવી જરૂરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગમાં ઉઠવા પામી છે.
ફડવેલના તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા વિસ્‍તારમાં ઘણા ખેડૂતો ડાંગરની કાપણી કરી નાંખી હતી અને તેવામાં છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી કાપેલો પાક પલળી જતા ખેડૂતોને ડાંગર અને પુળિયા બન્ને ગુમાવવાની નોબત આવી છે. અને ખર્ચ પણ વ્‍યર્થ ગયો છે. ત્‍યારે ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

વાપી શહેરમાં આજથી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો તિરંગો લહેરાશે

vartmanpravah

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

Leave a Comment