September 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્‍સવ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: અત્રે કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ખાતે નવ દુર્ગા માતાની ઉપાસનાના નવરાત્રી પવિત્ર મહોત્‍સવ અંતર્ગત તા.08.10.2024 ના રોજ કોલેજ પરીસરમાં કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પવિત્ર મહોત્‍સવમાં ભાગ લઈ તેનો હેતુ સમજી શકે તે માટે ગરબા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મહોત્‍સવમાં આશરે 1000 વિદ્યાર્થીઓએ ભાગ લઈને આયોજનને સફળ બનાવ્‍યું હતું. આ ગરબા મહોત્‍સવમાં ભાગ લેનાર ખેલૈયાઓ બેસ્‍ટ ડ્રેસ, ચહેરાનો હાવભાવ અને ઘરેણાના પહેરવેશની સાથે ગરબાના સ્‍ટેપ્‍સને ધ્‍યાનમાં રાખીને સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બેસ્‍ટ ડ્રેસ બોય્‍સમાં અમન દિવાકર અને ગર્લ્‍સમાં નિધિ શર્મા વિજેતા જાહેર થયા હતા. તેમજ સમગ્ર ગરબામાં બોયઝમાં કરણ ગીરાસેને પ્રથમ, વિવેક ભાનુશાલી દ્વિતીય અને તીર્થ પટેલ તૃતીય તથા ગર્લ્‍સમાં ભૂમિકા પટેલપ્રથમ, ગ્રેસી પટેલ દ્વિતીય અને પ્રિતિ સિંહ તૃતીય તથા સ્‍ટાફગણમાં મદદનીશ પ્રાધ્‍યાપક મીસ શીવાલી ગજરેને પ્રથમ વિજેતા જાહેર કર્યા હતા. આ સ્‍પર્ધામાં (1)શ્રી હની પટેલ, (2) શ્રી જીગુભાઈ પટેલ અને (3) મીસ વિઘી શાહ જજ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી. આમ ગરબા મહોત્‍સવ સફળ રહેતા કોલેજના પ્રિન્‍સિપાલ ડૉ.પૂનમ બી.ચૌહાણે કૉલેજના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

Leave a Comment