August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભિલાડ ખાતે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક

દક્ષિણ ગુજરાત પ્રભારી ઉષાબેન નાયડુ અને જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલે આગામી યોજનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી કાર્યકર્તાઓને સંગઠનને મજબૂત કરવા આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: આજરોજ ભિલાડ ખાતે ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાંએઆઈસીસી સભ્‍ય અને દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ અધ્‍યક્ષતા ઉપસ્‍થિત રહી કાર્યકર્તાઓને પ્રોત્‍સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. રાજ્‍યમાં ભાજપ સરકાર દ્વારા પ્રજા સાથે થઈ રહેલા અન્‍યાય ખાસ કરીને વારંવાર પ્રકાશમાં આવી રહેલી મહિલાઓ સાથેના અત્‍યાચારો તેમજ ડ્રગ્‍સ પકડવાની ઘટનાઓ તેમજ ચોમાસા દરમિયાન રાજ્‍યમાં અતિવૃષ્ટિના સમયે પ્રજાએ વેઠવા પડેલી મુશ્‍કેલીનો ચિતા રજુ કરી સરકારની પ્રજા વિરોધી નીતિને ઉજાગર કરી ગુજરાતના વિકાસ મોડેલને ભ્રષ્ટાચાર મોડેલ તરીકે ગણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલે કાર્યકર્તાઓને અગામી યોજનારી ચૂંટણીઓમાં પરિણામ લક્ષી કામ કરવા માટે સંગઠનને મજબૂત કરવા ઉપર પ્રોત્‍સાહન સાથે માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, અગ્રણીશ્રી તરુણ વાઘેલાજી, માજી પ્રમુખશ્રી ચંદુભાઈ પટેલ, શ્રી ચિન્‍તુભાઈ હળપતિ, શ્રી ઇજ્જુભાઈ શેખ, શ્રી લક્ષીભાઈ ધોડી, શ્રી જયેશભાઈ બરફ, શ્રી મુકેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ તૈયાર હોવા છતાં બ્‍લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

Leave a Comment