(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ તાલુકાના વલવાડા ખાતે શ્રી સાંઈ મંદિર, શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત નવરાત્રીએ ખેલૈયોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ડીજેના તાલે અને સુરીલા અવાજમાં ખેલૈયાઓની ચાલેલી રમઝટમાં આજુબાજુના ગામડાઓમાંથી આવનારા ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
નવરાત્રી દરમિયાન કાર્યક્રમને નિહાળવા માટે રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની પણ શુભેચ્છા મુલાકાત જોવા મળી હતી. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દવે સાહેબે પણ મુલાકાત કરી હતી. નવ દિવસ સુધી ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે આયોજક મંડળ દ્વારા પ્રોત્સાહક ઇનામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં ઉંમરવાન વ્યક્તિઓ, બાળકો તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ 50 જેટલા ઈનામોની જાહેરાત કરવામાં આવતી હતી.
આ નવરાત્રિના કાર્યક્રમમાં સ્થાનિક અને રાજકીય આગેવાન શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, શ્રી પરવેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ દેસાઈ, સાઈ સેવા ટ્રસ્ટના સભ્ય શ્રી બીપીનભાઈ વસી અને એમની ટીમેકાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ પેટ્રોલિયમ અને નોબેલિટી સ્ટોરના શ્રી કાળુભાઈ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.
Previous post