August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

ઝડપાયેલ આરોપી સંજય ઉર્ફે દોલસિંહ ઉનીયા ડીડોર
ગુજરાત-રાજસ્‍થાનમાં 13 જેટલી ચોરી કરી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી ભર બજારમાં આવેલ ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોના તાળા તૂટયા હતા. જેમાં અલગ અલગ દુકાનોમાંથી લાખોની રોકડ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગયા સપ્તાહમાં બનેલા ચોરીના બનાવનો ભેદ એલ.સી.બી.એ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપી ચોરને મોરાઈ રેલવે ફાટકથી આબાદ રીતે ઝડપી પાડતા ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
વાપી સ્‍થિત ઈબ્રાહીમ માર્કેટમાં કાર્યરત મહાવીર પ્‍લાસ્‍ટીક રોકડા રૂપિયા 1 લાખ, કાકાજી ફેબ્રિકેશનમાં 40 હજાર, ફેશનમાં 1 લાખ અને તસુમ્‍બીયા મેચીંગ સેન્‍ટરમાં રોકડાની ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાવાઈ હતી. એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. પી.આઈ. ઉત્‍સવ બારોટ, એ.એસ.આઈ. અલ્લારખાને બાતમી મળી હતી. આરોપી મોરાઈરેલવે ફાટક આવવાનો છે તેથી વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી સંજય ઉર્ફે દોલસિંહ ઉનીયા ડિડોર આવી પહોંચતા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ ઈન્‍ટેલીજન્‍સે જાળ બિછાવેલી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 3500 તથા ચોરીના સાધનો જપ્ત કર્યા હતા. આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ કરતા આરોપીએ 13 જેટલી ચોરી રાજસ્‍થાન, ગુજરાતમાં કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસને ઈબ્રાહીમ માર્કેટની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

Related posts

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્‍વચ્‍છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

Leave a Comment