June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

બન્ને અકસ્‍માત અજાણ્‍યા વાહનોની ટક્કરથી સર્જાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી યુપીએલ પાસે હાઈવે ઉપર અજાણ્‍યા વાહને બાઈકને ટક્કર મારી દેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય એક અકસ્‍માત વલવાડા હાઈવે ઉપર સર્જાયો હતો. રોડ ક્રોસ કરતી યુવતીને અજાણ્‍યા વાહને ચક્કર મારતા યુવતીનું કરુણ મોત નિપજ્‍યું હતું.
શુક્રવારે વાપી યુપીએલ કંપની નજીક બાઈક ચાલક યુવકને અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા યુવકનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદ ઘટના સ્‍થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. યુવકની ઓળખ થઈ નથી. પરંતુ સરીગામ આસપાસનો હોવાનું મનાઈ રહ્યું છે.બીજો અકસ્‍માત વલવાડા હાઈવે ઉપર થયો હતો. વાપી આલોક કંપનીમાંથી ફરજ પુરી કરી રેશમાબેન પાલ નામની યુવતી ઘરે આવી રહી હતી તે દરમિયાન હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા રેશમાબેનનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માતની વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી છે.

Related posts

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

vartmanpravah

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment