Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં ભૂલકા મેળો યોજાયો

બાળકોના વિકાસ અને શિક્ષણ અંગે વાલીઓ સાથે સંવાદ પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક-3 દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો-2024નું આયોજન અતુલ ગ્રામ પંચાયતના હોલમાં કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન પટેલ, અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ, પારનેરાના સરપંચ ભરતભાઈ, જી.આઈ.સી.ડી.ના ભ્‍.લ્‍.ચ્‍ ઈન્‍સ્‍ટ્રકટર રુપાલીબેન તથા પૂર્ણા કન્‍સલટ્‍ન્‍ટના મુમુક્ષાબેન તથા ઘ્‍.ઝ.ભ્‍.બ્‍ સોનલબેન પટેલ દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષ ઘટક કક્ષાના ભૂલકા મેળામાં શિક્ષણમાં સર્જનાત્‍મકતા દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં બાળવાર્તા, બાળગીત, વેશભૂશા, અભિનય વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા તેઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક સાધન બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. આ વ્‍.ન્‍.પ્‍. બાળકોના સર્વાગી વિકાસને ધ્‍યાને રાખી સ્‍થાનિક રીતે ઉપલ્‍બ્‍ધ સાધન સામગ્રી લો કોસ્‍ટ અને સરળતાથી બનાવીશકાય તથા બાળકોને શીખવવામાં ઉપયોગ કરી શકાય તેવા રજૂ કરવામાં આવી હતી.
બાળકોની સાંસ્‍કળતિક કળતિ તથા માં સર્વશ્રેષ્ઠ કળતિઓને નિર્ણાયક ટીમના દર્શીનીબેન તથા હીનાબેન દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવ્‍યા તથા સાંસ્‍કળતિક ક્રાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુસર તેઓને ઈનામ આપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ વાલીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્‍યો હતો જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
-000-

Related posts

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

Leave a Comment