પાથરણા વાળાઓને દિવાળી સુધી ખસેડાશે નહીઃ યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએપાથરણાવાળા માટેની લેખિત રજૂઆત કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે ગ્રામ્ય મામલતદાર અને સિટી ડેપ્યુટી મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરાયું હતું. વાપી પાલિકા બજાર વિસ્તારમાં પાથરણા વાળા પાસે બિન અધિકૃત સફાઈકર્મી ઉઘરાણું ચલાવી રહ્યાનો મુદ્દો ગાજ્યો હતો. જેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ વરૂણસિંહ ઠાકુર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત પાથરણાવાળાઓ માટે કરી હતી તે મુજબ બિન અધિકારી સફાઈ કર્મી દંડ ઉઘરાવતા હતા. આ મુદ્દે ગ્રામ્ય મામલતદારે જણાવ્યું હતું કે, દિવાળી તહેવાર પુરતા લારી પાથરણા વાળાને બેસવા દેવામાં આવે તેમજ તેજ દંડ માત્ર સરકારી અધિકારી જ વસુલી શકે તેવો આદેશ આપ્યો હતો તેમજ બજારમાં દુકાની બહાર નગરપાલિકાની જગ્યામાં જે મંડપ લગાવાયા છે તેની તપાસ કરી દંડ વસુલી હટાવાનીસ્વાગત કાર્યક્રમમાં તાકીદ કરાઈ હતી.