October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપીના સમાજ સેવક કિરણ દિવાળીના તહેવાર એક મહિના પહેલા વાપીના અલગ અલગ કપડાં વિતરણ કર્યા હતા. કિરણ રાવલ દ્વારા છેલ્લા ઘણા સમયથી કપડા એકત્રિત કરવાનું કાર્ય ચાલુ હતું. કિરણરાવલે પોતાના ગ્રુપમાંથી આ લોકોના વપરાશમાં લેવાતા કપડાને એક જગ્‍યાએ એકત્ર કરી તેને વ્‍યવસ્‍થિત ધોવડાવી અને ત્‍યારબાદ ઈષાી કરી લોકો તહેવારોમાં પહેરી શકે એવા કપડાનું વાપીના સમાજ સેવકે કિરણ રાવલે લગભગ 1600 જોડી કપડાનું વિતરણ કર્યું હતું. કિરણ રાવલના મંતવ્‍ય મુજબ આપણે જરૂરિયાતમંદ લોકો નવા કપડા ખરીદીને આપી શકીએ એટલા સમર્થ નથી પરંતુ તહેવારમાં જરૂરિયાતમંદ પરિવારના લોકોને આપણા તરફથી જેટલી મદદ કરી શકાય એટલી કરવી જોઈએ. વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વાપી ટાઉનના અલગ અલગ વિસ્‍તાર તેમજ વાપીના ગીતાનગર વિસ્‍તાર તેમજ વાપી, કબ્રસ્‍તાન રોડ વિસ્‍તારમાં આ કપડા વિતરણ પ્રોગ્રામ કર્યો હતો. આ કપડા વિતરણમાં ઘણા અલગ અલગ પ્રકારના લેડીસના, પુરુષોના અને નાના બાળકોના કપડાનું વિતરણ છેલ્લા 4 દિવસથી કરવામાં આવ્‍યું હતું. વાપીના સમાજ સેવક કિરણ રાવલ આ સમાજ સેવાની પ્રવૃત્તિથી જરૂરિયાતમંદ લોકોના મોઢા પર અને નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

પ્રદેશના ગુમનામ રતનને ફરી પ્રકાશિત કરતું દાનહ પ્રશાસન દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાના નેતૃત્‍વમાં જિલ્લા પ્રશાસને વયોવૃદ્ધ જમુનીબેન વરઠાના ઘરે જઈ કરેલું અભિવાદન

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment