Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

દમણ જિલ્લાની એકમાત્ર સંપૂર્ણ મહિલા ગ્રામ પંચાયત ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલ અને પ્રદેશ ભાજપ મંત્રી જિજ્ઞેશભાઈ પટેલે પોતાનું સામાજિક દાયિત્‍વ અદા કરી પૂર્વ પ્રધાનમંત્રીના જન્‍મદિને બાળકોને ભોજન અને કેક કપાવી જાગૃત કરેલી રાષ્‍ટ્ર ભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દમણ જિલ્લાનીઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ અને તેમના પતિ શ્રી જિજ્ઞેશભાઈ પટેલે શનિવારે પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે બાળકો સાથે ભોજન કરી જન્‍મદિવસની ઉજવણી કરી હતી.
દમણ જિલ્લાની એક માત્ર મહિલા ગ્રામ પંચાયત બનવાનું સૌભાગ્‍ય ધરાવનાર ઘેલવાડ ગ્રામ પંચાયતના નવયુવાન સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ અને દાનહ અને દમણ-દીવ ભાજપના પ્રદેશ મંત્રી શ્રી જિજ્ઞેશ પટેલની યુગલ જોડીએ પંચાયત વિસ્‍તારના બાળકોને ખુબજ હેતપૂર્વક બર્થ-ડેનો કેક કપાવી ભોજન પણ કરાવ્‍યું હતું. આ પ્રસંગે ઘેલવાડ પંચાયતની સંપૂર્ણ ટીમ પણ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

Leave a Comment