Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજની સિધ્‍ધિઃ બી.ફાર્મસી દ્વિતીય સેમેસ્‍ટરનું ઐતિહાસિક પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલીની તથ્ય ફાર્મસી કૉલેજના ગૌરવશાળી તાજમાં સફળતાનું વધુ એક પીછું ઉમેરાયું છે.ગુજરાત ટેકનોલોજીકલ યુર્નિવસીટી દ્વારા જાહેર થયેલ પરિણામમાં દ્રિતીય સેમેસ્ટરમાં ૪ વિદ્યાર્થીનીઓ ટોપ-૧૦ માં સ્થાન મેળવી તથ્ય ફાર્મસી કોલેજનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યુ.વિદ્યાર્થીનીઓ અસ્વાત મારુફા અને ભાનુશાળી ઉર્વીએ ૧૦ માંથી ૧૦ SPI મેળવી પ્રથમ ક્રમાંક તથા પટેલ નેન્સી અને ભાવસાર પુર્ણિમાએ ૧૦ માંથી ૯.૭૬ SPI મેળવી બીજો ક્રમાંક મેળવી લઈ ટોપ ૧૦ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. વિધાર્થીનીઓના આવા ઉત્કૃષ્ટ દેખાવ બદલ નિર્વાણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર પટેલ,કૉલેજના ડીરેક્ટર નિર્મલ પટેલ,પ્રિન્સીપાલ ડૉ.વિક્રમ પંડ્યા,એડમિનિસ્ટ્રેટર ઋષભ પટેલ તથા કોલેજના અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી. તથ્ય ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરીને વિધાર્થીઓ ધ્યેયપૂર્ણ પરિણામ મળી શકે છે.આ વાતે તથ્ય એજ્યુકેશન કેમ્પસ દ્વારા વધુ એકવાર સાબિત થઈ છે.

Related posts

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ

vartmanpravah

Leave a Comment