Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ગત જુલાઈ મહિનામાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ સામે આવ્‍યો હતો, જેમાં ફરિયાદીને સાઇબર ચીટરોએ સીબીઆઈ અધિકારી અને સાઇબર ક્રાઇમ મુંબઈના અધિકારી તરીકે પોતાને પ્રસ્‍તુત કર્યા હતા અને ત્રણ દિવસમાં રૂા. 15 લાખથી વધુની રકમ અલગ અલગ રાજ્‍યના બેંકના દસ ખાતાઓમાં ટ્રાન્‍સફર કરાવ્‍યા હતા.
આ કેસમાં સેલવાસ પોલીસને બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં બી.એન.એસ. અધિનિયમની કલમ- 319(2), 318(4). 3(5) અને આઇટી અધિનિયમની કલમ-66(ડી)મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. છેતરપિંડી કરનારાઓએ ઈંટરએક્‍ટિવ વોઈસ રિસ્‍પોન્‍સ કોલનો ઉપયોગ કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરી અને પોતાને શરૂઆતમાં સી.બી.આઈ. અધિકારી તરીકે દર્શાવ્‍યા હતા. ત્‍યારબાદ ફરિયાદીનોકોલ બીજા વ્‍યક્‍તિને સ્‍થાનાંતરિત કરવામાં આવ્‍યો હતો. જેણે ઓનલાઇન ઓડિયો/વીડિયો મોડનો ઉપયોગ કરી વોટ્‍સએપ અને સ્‍કાઇપ સેવાઓના માધ્‍યમથી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. જે સમય દરમ્‍યાન તેઓએ સી.બી.આઈ. અને મુંબઈ પોલીસની ખોટી ઓળખનો ઉપયોગ કરી અને મોબાઈલ ફોન અને લેપટોપના માધ્‍યમથી પોતાને સી.બી.આઈ. અધિકારી અને સાઇબર ક્રાઇમ મુંબઈ અધિકારીના રૂપે પોલીસની વર્દીમાં હતા. ત્‍યારબાદ ફરિયાદીને ધમકાવી તેને 09 જુલાઈથી 11 જુલાઈ, 2024 સુધી એમના નિવાસસ્‍થાન પરથી ફરિયાદીનું નામ મુંબઈમાં એક ક્રેડિટ કાર્ડથી સબંધિત સાઇબર ગુનાના કેસમાં સામે આવેલ છે એવું જણાવી ડિજિટલ રૂપે ગિરફતાર કરવામાં આવ્‍યા હતા.
છેતરપિંડી કરનાર લોકોએ ફરિયાદી પાસેથી 15,35,000ની રાશિ વિભિન્ન રાજ્‍યો જેવા કે અસમ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્‍થાન અને કેરળમાં ખોલવામાં આવેલ દસ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્‍સફર કરવા માટે મજબુર કર્યા હતા.
સેલવાસની પોલીસ ટીમે ઉપલબ્‍ધ ડિજિટલ ડેટા, બેંક ખાતા વિવરણ અને અપરાધ સબંધિત અન્‍ય જાણકારીનું વિશ્‍લેષણ કરી અને કેટલાક શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની પૂછપરછ બાદ બે આરોપીઓની ઓળખ કરી અને તેઓને મુંબઈથી શોધી કાઢવામાં આવ્‍યા હતા. આરોપીઓએ પોતે ગુનો કર્યો હતો એ સ્‍વીકાર્યું હતું અનેખુલાસો કર્યો કે તેઓએ એમના બેંક ખાતા ઉપરી સ્‍તરના ચીટરોને વેચ્‍યા હતા અને એના બદલામાં કમીશન મેળવતા હતા. આરોપીઓની વધુ તપાસ ચાલુ છે.
પોલીસ દ્વારા સબંધિત બેંક ખાતાઓને ફ્રિજ કરવામાં આવ્‍યા છે અને કુલ 15.35 લાખમાંથી 9.33 લાખની રાશી ફ્રિજ કરવામાં આવી છે અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ મોબાઈલ ફોન અને સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્‍યા છે. આ ગુનામા0 સામેલ આરોપીઓનું નેટવર્ક મોટું છે અન્‍ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલી રહી છે.

Related posts

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

દમણના ડાભેલ-આંટિયાવાડ વિસ્‍તારમાં મંગળવારની રાત્રિએ હત્‍યાની બનેલી ઘટના: પડોશની ચાલીમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીરે તિક્ષ્ણ હથિયાર વડે કરેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment