July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પોદાર વોલેન્‍ટિયર’ પ્રોગ્રામનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને પોદાર વોલેન્‍ટિયર પ્રોગ્રામ અંતર્ગત બે પ્રવૃત્તિનું આયોજન થયું. જેમાં તા.15-10-24 ના રોજ ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓને વાપીના રાતા ગામ ખાતે આવેલ ગૌશાળાની મુલાકાત લીધી. જ્‍યાં વિદ્યાર્થીઓને ત્‍યાંના કર્મચારીઓ દ્વારા અલગ-અલગ પ્રાણીઓ વિશે સમજાવવામાં આવ્‍યું અને પૂરેપુરું માર્ગદર્શન પૂラરું પાડયું. તેમજ તા.22-10-24 ના રોજ વિદ્યાર્થીઓને પરિયા ગામમાં સ્‍થિત આધાર ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત વૃધ્‍ધાશ્રમની મુલાકાત કરાવાઈ. પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલના વિદ્યાર્થીઓ વૃધ્‍ધાશ્રમની મુલાકાત દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ગાયન, નૃત્‍ય, ગરબા અને વિવિધ રમતો રમીને ત્‍યાં રહેતાં વડીલોનેઅનોખા આનંદની અનુભૂતિ કરાવી હતી. જેમાં ત્‍યાં રહેતા દરેક વડીલો પણ બાળકો જોડે બાળક જેવા બની દરેક પ્રવૃત્તિ કરી આનંદ માણ્‍યો હતો. ત્‍યારબાદ વિદ્યાર્થીઓએ સ્‍વહસ્‍તે તેમને બિસ્‍કિટ, નાસ્‍તો, ડ્રાયફ્રૂટ અને ફળોનું વિતરણ કરી પોતપોતાના માતાપિતા જોડે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરશે નહિ અને પોતાના આસપાસ પણ કોઈને કરવા દેશે નહીં એવું વચન આપી ત્‍યાંથી ફરી પાછા સ્‍કૂલ માટે રવાના થયા હતા.

Related posts

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment