April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

વલસાડ-26, ધરમપુર-12, કપરાડા-4, પારડી-8 અને ઉમરગામ-18 મળી કુલ 72 ટિકિટ વાંચ્‍છુઓએ દાવેદારી નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થવાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્‍યારે ભાજપ દ્વારા વલસાડ જિલ્લામાં સમાવિસ્‍ટ વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાની પાંચ વિધાનસભા બેઠકદ્વારા તા.28, તા.29એ વલસાડ શ્રીજી પાર્ટી પ્‍લોટમાં બે દિવસ ટિકિ વાંચ્‍છુ ઉમેદવારો અંગે ત્રણ પ્રદેશ નિરીક્ષકોએ સેન્‍સ લીધી હતી. જેમાં પાંચ બેઠકો ઉપર કુલ 72 ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી નોંધાવી છે. લોકશાહીની પ્રણાલી મુજબ યોજાયેલ આ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલેલો જેમાં પાર્ટીના કર્મઠ કાર્યકરો, સરપંચો અને ઉમેદવારીના દાવેદારી કરનારાઓના ટેકેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડ વશીયર શ્રીજી પાર્ટી પ્‍લોટમાં યોજાયેલ કાર્યખ્રમમાં પ્રથમ દિવસે વલસાડ અને કપરાડાની બેઠક માટે સેન્‍સ લેવાઈ હતી. જેમાં વલસાડ બેઠક માટે સૌથી વધુ 26 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ દાવેદારી કરી હતી. જેમાં મુખ્‍યત્‍વે વર્તમાન ધારાસભ્‍ય ભરત પટેલ, સોનલબેન સોલંકી, રાજેશ ભાનુશાલી, એડવોકેટ પ્રવિણ ડી. પટેલ, ગીરીશ ટંડેલ, અસીત દેસાઈ વગેરે મળી 26 જેટલાઓએ ટિકિટની માંગણી કરી છે જ્‍યારે બીજા સેસનમાં ધરમપુરની બેઠક માટે સેન્‍સ લેવાઈ હતી. જેમાં 12 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ દાવેદારી નોંધાવી હતી. જે પૈકી અરવિંદ પટેલ, મહેન્‍દ્ર ચૌધરી, ગણેશ બિરા, ડો.હેમંત પટેલ, નરેશ પટેલ મુખ્‍ય હતા. જ્‍યારે બીજા દિવસે તા.29મીએ કપરાડા-પારડી અને ઉમરગામની ત્રણ બેઠકો માટે સેન્‍સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સૌથી ઓછી દાવેદારી કપરાડાની બેઠક ઉપરરહી હતી. વર્તમાન ધારાસભ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી, માધુભાઈ રાઉત, ગુલાબ રાઉત અને મુકેશ પટેલ મળી માત્ર ચાર દાવેદારી નોંધાઈ હતી. સૌથી રસપ્રદ અને રાજકીય હેડક્‍વાટર ગણાતી પારડી બેઠક માટે કુલ 8 દાવેદારી નોંધાઈ હતી. જેમાં વર્તમાન નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કમલેશ ગજાનંદ પટેલ, રાજુભાઈ રાઠોડ, કિરણબેન પટેલ, ફાલ્‍ગુનીબેન ભટ્ટ, શરદ ઠાકર અને ધનસુખ પટેલનો સમાવેશ થાય છે. જ્‍યારે ઉમરગામની બેઠક માટે પૂર્વ મંત્રી, ધારાસભ્‍ય રમણલાલ પાટકર, સુભાષ વારલી, પૂર્વ ધારાસભ્‍ય શંકર વારલી, પ્રકાશ પટેલ, મીના પાટકર, સુરેશ હળપતિ, પરભુ ઠાકરીયા મળી કુલ 18 એ ટિકિટની દાવેદારી નોંધાવી છે. જો કે ટિકિટ તો ભાજપ કમલમ ગાંધીનગર દ્વારા અંતિમ ફાળવણી થશે. પરંતુ જીતુભાઈ, કનુભાઈ દેસાઈને ટિકિટ મળશે તેવુ રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે. બાકીની બેઠક ઉપર ત્રણ નવા ચહેરાને પાર્ટી ચાન્‍સ આપશે. ઉમેદવાર સેન્‍સ કાર્યક્રમમાં નિરીક્ષકો તરીકે રાજ્‍ય મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી, પંચમહાલ જિલ્લા પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

Leave a Comment