December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: આજરોજ ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં 1સ્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 14 અને 17 વર્ષની વય મર્યાદાની અંદરના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાપીની આસપાસની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં 14 વર્ષના 16 જેટલી શાળા અને 17 વર્ષનાં 13 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે ફાધર લોરેન્‍સ હતા. શાળાના આચાર્ય ફાધર ડેનિયલ દ્વારા પુષ્‍પ ગુચ્‍છ વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમજ શાળાના સંચાલકોએ સુયોજન કર્યું હતું. જેમાં 14 વર્ષમાં વિજેતા ટીમ સિધ્‍ધનાથ પબ્‍લીક સ્‍કૂલ હતી અને બીજા સ્‍થાને મધર ઓફ હોપ આશાધામ સ્‍કૂલ હતી. અને 17 વર્ષમાં વિજેતા ટીમ અથર્વ પબ્‍લીક સ્‍કૂલ હતી અને બીજા સ્‍થાને સેન્‍ટ મેરી સ્‍કૂલ હતી. આમ સફળતાપૂર્વક સેન્‍ટ મેરી સ્‍કૂલ દ્વારા કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન થયું હતું.

Related posts

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

Leave a Comment