December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

જે ટાઈપ ઓવરબ્રિજ, મોરાઈ ઓવરબ્રિજ, ફાટક ઓવરબ્રિજ,
જકાતનાકા અંડરબ્રિજના કામ લટકી પડયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં કેટલાક વિકાસ કામો કાતો અટકી પડયા છે યા તો લટકી પડયા છે. વાપીની જનતાનો અવાજ આજે વાપી વિચાર મંચ દ્વારા લગાડવામાં આવેલા હોર્ડિંગ્‍સ થકી ઉઠાવવામાં આવ્‍યો છે. હોર્ડિંગ્‍સમાં બેધક સલાવ પૂછવામાં આવ્‍યો છે. આ બ્રિજ ક્‍યારે બનશે?
વાપીમાં જે તે ટાઈમે પાંચ મોટા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સાથે મોટા ઉપાડે શરૂ કરવામાં આવ્‍યા હતા. આ તમામ વિકાસ કાર્યો શહેરની હાર્ટ લાઈન શ્વાસ સમાન છે. જે ટાઈપ ઓવરબ્રિજ, મોરાઈ ઓવરબ્રિજ તથા જકાતનાકા અંડરબ્રીજ અને સાથે સાથે રેલવે ફાટક અંડરબ્રિજ મળી પાંચ મહત્ત્વના અને મહત્‍વાકાંક્ષી વિકાસ કાર્યો કરોડોના ખર્ચે આરંભ થયા હતા. પણ નજાણે કેમ આ તમામ પાંચેય વિકાસ કામો કાતો મંથર ગતિથી ચાલી રહ્યા છે અથવા અટકી પડયા છે. તંત્ર દ્વારા તમામ કામોમાં લાપરવાહી ચોખ્‍ખી દેખાઈ રહી છે. તેથી વાપી વિચાર મંચ દ્વારા જાહેરમાં હોર્ડિંગ્‍સ લગાવવાની નોબત આવી છે. સરકાર અને તંત્રએ વાપીની જનતાનો આદ્દ નાદ હોલ્‍ડીંગ થકી ઉજાગર કર્યો છે અને વેધક સવાલ પૂછવામાં આવ્‍યો છે. આ બ્રિજ ક્‍યારે બનશે? કારણ કે આજની વાસ્‍તવિકતા કડવી છે. તમામ કામો નોંધનીય તંત્રની બેદરકારી સાફ દેખાઈ રહી છે. કરોડો રૂપિયાનું આંધણ મુકાઈ ચૂક્‍યું છે. પરંતુ તમામ પાંચેય વિકાસ કામોનો હાલમાં લોલીપોપનો અહેસાસ લોકોને થઈ ચૂક્‍યો છે. જોવુ એ રહેશે કે વાપી વિચાર મંચની આ મુહિમ કેટલી કારગત નિવડે છે?

Related posts

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

Leave a Comment