ગુજરાત અને અન્ય રાજ્યોની 100 જેટલી કંપનીઓ એક્સ્પોમાં જોડાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્ડ ઉપર આજથી ત્રણદિવસના સોફટવેબ ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પોના ગુરૂવાર તા.22 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે.
સોફટ વેબ ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2022ના 6ઠ્ઠા એડિશનનો આજે વી.આઈ.એ. ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો હતો. ડિસેમ્બર 22, 23 અને 24 સુધી ત્રણ દિવસ આ એક્સ્પો કાર્યરત રહેશે. એક્સ્પોમાં ગુજરાત અને અન્ય રાજ્યોની 100 થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. સોફટવેર ટેકનોલોજીના આદાન પ્રદાન માટે આ એક્સ્પો પ્લેટફોર્મ પુરૂ પાડશે. આજે એક્સ્પોનું ઉદ્દઘાટન વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમમાં સેક્રેટરી સતિષભાઈ પટેલ, નિતીનભાઈ પટેલ, પારડી ઈન્ડ. એસો.ના પ્રમુખ, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ નિતીનભાઈ પટેલ સહિત વી.આઈ.એ. એક્ઝિક્યુટીવ કમિટી સહિત અગ્રણી ઉદ્યોગપતિ અને વી.આઈ.એ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.