September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

ચલામાં કાર માલિક હેર કટીંગ કરાવવા ગયો ત્‍યારે ગઠીયો ખેલ કરી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં શનિવારે નવા બની રહેલ પુલ પાસે પાર્ક કરેલ એક કાર અચાનક સળગી હતી જ્‍યારે અન્‍ય એક બીજા બનાવમાં ચલામાં પાર્ક કરેલ કારના કાચ તોડી કોઈ ગઠીયો ચોર કારમાં બેગમાં રાખેલા રૂા.1.50 લાખ ચોરી ગયો હતો.
વાપીમાં દમણ રોડ ઉપર નિર્માણાધિન નવા પુલના બિંબ પાસે સુરત પાસિંગની એક કાર પાર્ક કરી હતી. જી.એસ.ટી. ઓફીસ સામે પાર્ક કરેલ આ કારમાં અછાનક ભિષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. ફાયર ટીમે કારની આગ બુઝાવી હતી. અન્‍ય એક બનાવમાં ચલામાં કાર પાર્ક કરીને ચાલક નજીકની હેર કટીંગ સલુનમાં ગયો હતો ત્‍યારે કારનં.જીજે 15 સીપી 2223 ના કાચ તોડી કોઈ ચોર ગઠીયો કારમાં બેગમાં રાખેલા રૂા.1.50 લાખની રોકડાની ચોરી ગયો હતો. ચલાના સાગાકાસા બિલ્‍ડિંગની સામે પાર્ક કરેલ કારમાંથી ચોરી થતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ઘટનાની ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment