January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન થાય છે,
આ વર્ષે 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીની જાણીતી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેરનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના સ્‍ટોલ કાર્યરત કરાયા હતા.
દક્ષિણ ગુજરાતની જાણીતી એવી રોફેલ એમ.બી.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને પુસ્‍તકના જ્ઞાનની સાથે સાથે પ્રેક્‍ટિકલ જ્ઞાન મળે તે માટે બાજીગર બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દક્ષિણ ગુજરાતના મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અહી એમ.બી.એ.નો અભ્‍યાસ કરે છે. ભવિષ્‍યમાં તેઓ ઉદ્યોગ સાહસિક બને, વેપારના ગુણે કેળવાય તેવા હેતુલક્ષીથી એમ.બી.એ કોલેજ પરિસરમાં બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લઈને ફેરને સફળ બનાવ્‍યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત કરાયેલા સ્‍ટોલ વચ્‍ચે સ્‍પર્ધા પણ હતી. ત્રણ જજીસ પેનલ દ્વારા જજ કરીને ત્રણ સ્‍ટોલ ગૃપને વિજેતા જાહેર કરીને ઈનામ આપવામાં આવ્‍યા હતા. કોલેજ દ્વારા છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન કોલેજના ડીન ડો.કેદાર શુકલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહના ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

Leave a Comment