July 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

મુંબઈ બાંદ્રા અને સુરત ઉધના રેલવે સ્‍ટેશન ઉપર ભીડભાડથી અકસ્‍માત સર્જાતા રેલવેએ તાત્‍કાલિક લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: આગામી દિવસો દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો હોવાથી ખાસ કરીને ઉત્તર ભારત જતાં પ્રવાસીઓની રેલવે સ્‍ટેશન ઉપર બેસુમાર ભીડભાડ થવી ચાલુ થઈ છે. ભીડને લીધે અકસ્‍માત પણ સર્જાયા છે તેથી પヘમિ રેલવેએઆજથી આગામી તા.8 નવેમ્‍બર સુધી પ્‍લેટફોર્મ ટિકિટ માટે અસ્‍થાયી પ્રતિબંધ જાહેર કરી દીધો છે. વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ વેચાણ બંધ કરવામાં આવ્‍યું છે.
ગત રવિવારે મુંબઈ અને સુરત ઉધના સ્‍ટેશન ઉપર છઠ્ઠ અને દિવાળીનો તહેવાર હોવાથી ટ્રેનમાં વતન પહોંચવા માટે ખાસ કરીને ઉત્તર ભારતીય પ્રવાસીઓની હજારોની ભીડ ઉમટી પડી હતી. ભીડ એટલી બધી હતી કે ધક્કામુકીમાં અનેક પ્રવાસી દોડધામમાં ઘાયલ થયા હતા તેથી પヘમિ રેલવેએ ભીડ ઉપર કાબુ કરવા માટે તાત્‍કાલિક અસરથી પ્‍લેટફોર્મ ટિકિટ વેચાણ અસ્‍થાયી રીતે બંધ કરી દેવાયું છે. પヘમિ રેલવેના મુંબઈ સેન્‍ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ રોડ, વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત નવ રેલવે સ્‍ટેશન ઉપર આગામી તા.8 નવેમ્‍બર સુધી પ્‍લેટફોર્મ ટિકિટનું તાત્‍કાલિક અસરથી વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્‍યાને રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે.

Related posts

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah

Leave a Comment