July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના વાઘછીપાની સરકારી શાળામાં આગ લાગતા મચેલી દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : આજે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી અચાનક ધુમાડો નીકળતો હોવાનું આજુબાજુના સ્‍થાનિક રહેવાસીઓને નજરે પડયો હતો. જેને લઈ તેમણે તાત્‍કાલિક સેલવાસ ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્‍થળો ધસી આવી હતી અને આગ પર કાબુ મેળવાનો સઘન પ્રયાસો કર્યો હતો. ભારે મશકત બાદ આગ ઉપર કાબુ મેળવવા સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં સાંજે પાંચ વાગ્‍યાના સુમારે અચાનક ધુમાડો નીકળતો હોવાનું ગ્રામજનો દેખાયું હતું. આ જોઈને શાળાના આચાર્ય અને ફાયર વિભાગને તેઓએ ફોન કર્યો હતો. તાત્‍કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ઈલેક્‍ટ્રીક વિભાગમાં ફોન કરી પાવર સપ્‍લાય થોડા સમય માટે બંધ કરાવ્‍યો હતો. બાદમાં જ્‍યાં આગ લાગી હતી ત્‍યાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો.
સંજોગોવસાત હાલમાં દિવાળી વેકેશનના કારણે શાળામાં શિક્ષકો કે વિદ્યાર્થીઓ હાજર ન હતા. જેથી મોટી ઘટના બનતા ટળી હતી અને આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થવા પામેલ નથી. ફાયર વિભાગના અધિકારી દ્વારા આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્‍યું હતું.

Related posts

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment