October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર ગત 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું. તે દિવસથી આજ દિન સુધી આ બ્રિજ પરથી કોમર્શિયલ વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. તેથી ભારે વાહનોની અવર-જવર માટે ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો હતો. આ સમસ્‍યાના ઝડપી નિરાકરણ માટે સામરવરણી અને મસાટ ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા 14મી ઓક્‍ટોબરના રોજ દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીને બ્રિજ ઉપરથી કોમર્શિયલ લાઈટ/મીડીયમ માલસામાનવાળા વાહનોને પસાર થવા દેવા માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્‍યુંહતું. તે સમયે કલેક્‍ટરશ્રીએ પણ બાહેંધરી આપી હતી કે પુલનું મરામ્‍મતનું કામ થોડા દિવસોમાં પૂર્ણ થવાની તૈયારી છે, અને એ પૂર્ણ થતાંની સાથે આ બ્રિજ ઉપરથી કોમર્શિયલ વાહનોને પસાર થવાની પરમિશન આપવામાં આવશે. આ બ્રિજ ઉપરથી કોમર્શિયલ વાહનોને પસાર નહીં થવા દેવાને કારણે ઔદ્યોગિક એકમોમાં આવતા હેવી વાહનોને તલાસરી થઈને લાંબો ચકરાવો લેવો પડતો હતો જેના કારણે ઇંધણ અને સમયનો પણ ઘણો બગાડ થતો હતો. ત્‍યારે હવે રોજીંદા વાહનચાલકો સહિતના હેવી માલસામાનવાળા વાહનચાલકોનો લાંબો સમય બર્બાદ કર્યા બાદ આ બ્રિજ ચાલુ કરાતા કંપનીઓમાં આવતા કોમર્શિયલ વાહનોને પણ ઘણી રાહત મળશે.
સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટરશ્રી દ્વારા આજે 30મી ઓક્‍ટોબરના રોજ એક જાહેરનામુ બહાર પાડી જણાવવામાં આવ્‍યું છે કે, રખોલી હાઈ લેવલ બ્રિજનું મરામ્‍મતનું કામ સંપૂર્ણ રીતે થઈ ગયું છે, જેથી તાત્‍કાલિક અસરથી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવ્‍યો છે.
દાનહ ટેમ્‍પો એસોસિએશનના સભ્‍ય શ્રી જયેશભાઈ દોડિયાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી આ બ્રિજ પરથી અમારા કોમર્શિયલ વાહનો પસાર નહીં થવા દેવાના કારણે અમારા વેપાર-ધંધા ઉપર ખુબ જ માઠી અસર થઈ છે. આજથી આ બ્રિજ પરથીકોમર્શિયલ વાહનોને પસાર થવાની માટે મંજૂરી મળતાં હવે અમારા ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે.

Related posts

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment