January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીના આદ્યસ્‍થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે ભાઇબીજના પાવન પર્વે યમ યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞના આચાર્ય કશ્‍યપભાઈ જાની, ભાસ્‍કરભાઈ દવે તેમજ ચિંતનભાઈ જોષીના માર્ગદર્શનમાં યોજાયેલા આ યજ્ઞમાં અનેક શિવભક્‍તોએઉત્‍સાહભેર ભક્‍તિભાવના સાથે ભાગ લીધો હતો.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, તાપી કિનારે દર વર્ષે યમ યજ્ઞ કરીએ છીએ તેની શરૂઆત અશોકભાઈએ કરાવી હતી, તેમની આ પરંપરા તેમના કુટુંબીજનોએ જાળવી આજે આપણે અહીં આ યજ્ઞ કર્યો છે, તેનું પુણ્‍ય તેમને અવશ્‍ય પહોંચશે. અનેક તીર્થોમાં આપણે જે યજ્ઞ કર્યા છે તેમાં અશોકભાઈનો સિંહ ફાળો રહ્યો હતો. ભાઈ-બહેનના હેતરૂપી ભાઈબીજના તહેવારને યમબીજ તરીકે પણ ઓળખાય છે. આ અવસરે યમરાજાની કળપાદૃષ્ટિ પ્રાપ્ત થાય તે હેતુસર તાપી નદીના કિનારે ગલતેશ્વર મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્‍થળે યમયજ્ઞ કરવામાં આવ્‍યો છે. પિતૃકળપા અને ભૂદેવોનું માર્ગદર્શન હોય તો જ આ પ્રકારના સત્‍કર્મો કરી શકાય છે અને તેમાં ભાગ લઈ શકાય છે.
પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના પ્રમુખ બિપીનભાઈ પરમારે યજ્ઞમાં સહભાગી સૌનું સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે, સ્‍વ.અશોકભાઈનો સંકલ્‍પ હતો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઇબીજ નિમિત્તે ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે યમ યજ્ઞ કરાવવો છે, અને તે કાર્ય આજે તેમના ધર્મપત્‍ની મંજુબેનના સહયોગથી આપણે પૂરું કર્યું છે. આજના યજ્ઞની તમામ તૈયારીઓ સ્‍વ.અશોકભાઇએ તેમની હયાતીમાં જ કરી દીધી હતી, ઉપસ્‍થિત સર્વેભક્‍તજનો માટે ભોજન વ્‍યવસ્‍થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
યજ્ઞના આચાર્ય કશ્‍યપભાઈ જાની અને ભાસ્‍કરભાઈ દવે યમ યજ્ઞનું મહત્‍વ સમજાવ્‍યું હતું. યજ્ઞ અગાઉ તાપી નદીનું પૂજન કરી ચૂંદડી, સાડી તેમજ શણગાર અર્પણ કરવામાં આવ્‍યો હતો, અને તાપી નદીમાં સ્‍નાન કર્યું હતું. ત્‍યારબાદ સ્‍વ.અશોકભાઈ ભક્‍તાના ધર્મ પત્‍ની મંજુબેન ભક્‍તા અને તેમના પરિવારના હસ્‍તે દીપ પ્રાગટય કરી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે યમયજ્ઞના યજમાન સ્‍વ.અશોકભાઈ ભક્‍તાને બે મીનીટ મૌન પાળી શ્રધ્‍ધાંજલિ આપવામાં આવી હતી. આ યજ્ઞ અવસરે પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના પ્રમુખ બિપીનભાઈ પરમાર, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, શિવ પરિવારના અપ્‍પુભાઈ પટેલ, વિપુલભાઈ પાંચાલ, પ્રિતમ પટેલ, સંજયભાઈ, મંજુબેન ભક્‍તા અને તેમનો પરિવાર સહિત શિવભક્‍તો હાજર રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

Leave a Comment