October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્‍ટનું નિર્માણ થશે

નાણામંત્રી અને ઈરિગેશન વિભાગના અધિકારીઓએ સ્‍થળની મુલાકાત લઈ પ્રોજેક્‍ટની સમિક્ષા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપીમાં વિકાસમાં વધુ એકસોપાન સાકાર થવા જઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્‍નો થકી દમણગંગા નદી કિનારે અંદાજીત રૂા.105 કરોડના ખર્ચે રિવરફ્રન્‍ટ અને એક વિયર ડેમ બનાવવામાં આવશે. આ પ્રોજેક્‍ટ માટે નાણામંત્રી અને ઈરિગેશન વિભાગના અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લઈ પ્રોજેક્‍ટની સમિક્ષા હાથ ધરી હતી.
નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના પોતાના વર્તમાન કાળમાં અનેક વિકાસ પ્રોજેક્‍ટ આગળ ધપાવી રહ્યા છે. વાપીને વધુ વિકાસને પંથે લઈ જઈ રહ્યા છે. આ શ્રૃંખલામાં એક નવી યોજના એટલે દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટની અને દરિયામાં વહી જતા પાણીને ઉપયોગમાં લઈને વિયર ડેમ બનાવવાનો પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. આ માટે ઈરિગેશન વિભાગના અધિકારીઓ સાથે સ્‍થળ મુલાકાત લઈ અગત્‍યની બેઠક યોજી હતી. પ્રોજેક્‍ટ અંગે સઘન વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે વાપી વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, મિલન દેસાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. નાણામંત્રીએ અધિકારીઓને જરૂરી સુચનો આપ્‍યા હતા. ઈરિગેશન ડિપાર્ટમેન્‍ટની અધિકારી આર.એમ. પટેલ, બી.એસ. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી સમયે દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ બાદ પિકનિક સ્‍થળ તરીકે વિકસિત થશે.

Related posts

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

vartmanpravah

લવાછા પિપરીયા પુલ ઉપરટિફિન આપવા જઈ રહેલ સાયકલ સવારનું અકસ્‍માતમાં મોત

vartmanpravah

Leave a Comment