September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની આસ્‍થા સાથે ભાવિકોએ કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ઉત્તરભારતીય માટે સૌથી મહિમાવંતુ પર્વ એટલે છઠ્ઠ પૂજા. ભારતભરમાં જ્‍યાં જ્‍યાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે ત્‍યાં ત્‍યાં છઠ્ઠ પર્વની ઉજવણી કરે છે. 36 કલાક નિર્જળા સાથે ભગવાન સૂર્યનારાયણને સંધ્‍યા અને પ્રાતઃ અર્ઘ્ય પૂજાપાઠ આરતી કરીને ચઢાવે છે. આજે વાપી દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની હજારો ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
દમણગંગા નદી કિનારે સાંજના 4 વાગ્‍યાથી ભાવિકોનું ઘોડાપુર છઠ્ઠ પૂજા કરવા માટે દમણગંગાના ઘાટ ઉપર ઉમટી આવ્‍યું હતું. વાસની ટોપલીઓમાં પૂજાનો સામાન, ફળો, શેરડી સાથે અબાલ વૃધ્‍ધો છઠ્ઠ પૂજામાં જોડાયા છે. બહેનોએ ભગવાન સૂર્યનારાયણનો સંધ્‍યા અર્ઘ્ય અભિષેક કર્યો હતો. 36 કલાક નિર્જળા રહી ખુબ આસ્‍થા સાથે છઠ્ઠની આરાધના-ઉપાસના કરે છે. ઉત્તર ભારતીયો માટે છઠ્ઠ પૂજા ખુબ મહિમાવંતો આદર આસ્‍થા સાથેનું પર્વ છે. આજે ગુરૂવારે સંધ્‍યા પૂજા કરવામાં આવી હતી તેમજ આવતીકાલેસવારે છ કલાકે ફરી સૂર્ય ભગવાનને નદી કિનારે પહોંચી અર્ક ચઢાવી છઠ્ઠ પૂજાનું વ્રત પુરુ કરે છે. બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા નદી કિનારે જરૂરી પ્રાથમિક સેવા સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેથી કોઈપણ ભાવિકોને મુશ્‍કેલી પડે નહીં. પોલીસ વિભાગ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તહેનાત કરવામાં આવ્‍યો હતો. દમણગંગા નદી કિનારે અંદાજીત 30 થી 40 હજાર ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. જ્‍યારે રાતા ખાડી ઉપર 10 જેટલા ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. વાપીમાં વસતા તમામ ઉત્તર ભારતીય પરિવારોએ આસ્‍થા ઉમંગ ઉત્‍સાહ સાથે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.

Related posts

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે શાળા પ્રવેશોત્‍સવનો ઉલ્લાસભેર શુભારંભ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

Leave a Comment