December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્‍યાં સવારે 11 વાગ્‍યાથી સુધારાઓ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં આગામી તા.17-11-24 રવિવાર, તા.23-11-24 શનિવાર અને તા.24-11-24 રવિવારના રોજ સવારે 11-00 વાગ્‍યાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. મતદારોએ યાદીમાં સુધારાઓ કરાવવા માટે પોતે જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્‍યાં જવું. તેમજ તા.01-01-2025 ના રોજ જેમના 18 વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્‍ય દાખલ કરાવવું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ નંબર – 6 – ફક્‍ત પહેલીવાર નામ ઉમેરવા માટે, ફોર્મ નંબર – 7 – નામ કમી કરાવવા માટે, ફોર્મ નંબર – 8 – મતદાર યાદીમાં મતદારનું નામ / અટક / પિતા / પતિ / ઉંમર / સરનામું / ફોટો વગેરેમાં કોઈ ભૂલ હોય તો તેમાં સુધારો કરાવવા માટે તેમજ ગુમ થયેલા કે સુધારા કરેલા નવા મતદાર કાર્ડ માટે, એક વિધાનસભામાંથી અન્‍ય વિધાનસભા અથવા એક શહેર / જિલ્લામાંથી અન્‍ય શહેર / જિલ્લામાં અથવા બીજા રાજ્‍યથી ગુજરાત રાજ્‍યમાં મતદારનું નામ ઉમેરવા માટે અને ફોર્મ નંબર 6-બી – મતદાર યાદીમાં પોતાનો આધાર નંબર દાખલ કરાવવા માટે છે.

Related posts

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

Leave a Comment