જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્યાં સવારે 11 વાગ્યાથી સુધારાઓ થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં આગામી તા.17-11-24 રવિવાર, તા.23-11-24 શનિવાર અને તા.24-11-24 રવિવારના રોજ સવારે 11-00 વાગ્યાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. મતદારોએ યાદીમાં સુધારાઓ કરાવવા માટે પોતે જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્યાં જવું. તેમજ તા.01-01-2025 ના રોજ જેમના 18 વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ કરાવવું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ નંબર – 6 – ફક્ત પહેલીવાર નામ ઉમેરવા માટે, ફોર્મ નંબર – 7 – નામ કમી કરાવવા માટે, ફોર્મ નંબર – 8 – મતદાર યાદીમાં મતદારનું નામ / અટક / પિતા / પતિ / ઉંમર / સરનામું / ફોટો વગેરેમાં કોઈ ભૂલ હોય તો તેમાં સુધારો કરાવવા માટે તેમજ ગુમ થયેલા કે સુધારા કરેલા નવા મતદાર કાર્ડ માટે, એક વિધાનસભામાંથી અન્ય વિધાનસભા અથવા એક શહેર / જિલ્લામાંથી અન્ય શહેર / જિલ્લામાં અથવા બીજા રાજ્યથી ગુજરાત રાજ્યમાં મતદારનું નામ ઉમેરવા માટે અને ફોર્મ નંબર 6-બી – મતદાર યાદીમાં પોતાનો આધાર નંબર દાખલ કરાવવા માટે છે.