December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

છેલ્લા ત્રણ દિવસથી ગરનાળામાં પાણી રેલાઈ રહ્યું છે છતાં
વાપી નગર પાલિકા પ્રેક્ષકની ભૂમિકામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: સામાન્‍ય રીતે વાપી વિસ્‍તારમાં ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ વાપી રેલવેના મોટા ગરનાળામાં હજુ ચોમાસુ પૂર્વવત છે. છેલ્લા ત્રણ દિવસથી મોટુ રેલવે ગરનાળુ પાણીથી લબાલબ ભરાઈ રહ્યું છે. વાહન ચાલકો પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે, સાથે આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
વાપીનું મોટું રેલવે ગરનાળું હાલમાં વાપી-પૂર્વ પヘમિ અવર જવર કરવા માટે ફાટક સિવાય એકમાત્ર વિકલ્‍પ છે. આ ગરનાળાનો ઉપયોગ દિવસ-રાત સેંકડો વાહન ચાલકો કરી રહ્યા છે. હાઈવે જે ટાઈપ તરફથી તેમજ ચાર રસ્‍તા તરફથી આવતા વાહન મોટાભાગે રેલવેના મોટા ગરનાળાથી અવર જવર કરે છે. પરંતુ ના જાણે કેમ આ નાળામાં પાણી ભરાઈ જવાની પનોતી દૂર થતી નથી. ચોમાસાની વિદાય બાદ પણ રેલવેનું મોટું ગરનાળું પાણીથી લબાલબ છેલ્લા ત્રણ-દિવસથી ભરાઈ રહ્યું છે. પાલિકા વહિવટી તંત્ર હજુ મીઠી નિંદર માણી રહ્યાની સ્‍થિતિ પ્રવર્તિ રહી છે. પરિણામે સેંકડો અવર જવર કરતા વાહનો બારે મુસીબતની નસીબે પડેલી ત્રાસદી વેઠી રહ્યા છે.

Related posts

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

લોકસભામાં સાંસદ પદના શપથ સાથે ઉમેશભાઈ પટેલની દમણ અને દીવના સાંસદ તરીકેની ઈનિંગનો વિધિવત્‌આરંભ

vartmanpravah

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

Leave a Comment