April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

આજરોજ તડગામ ખાતે કાંઠા વિસ્‍તારના ગામડાઓની મળનારી બેઠક માટે ફરતી થયેલી નનામી પત્રિકાથી રાજકીય આગેવાનો દુવિધામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત કેમિકલ એકમોથી તડગામ, મરોલી તેમજ નારગોલના દરિયાકાંઠાને આડઅસરની સીધી લાઈન દોરાયેલી છે. સરીગામ સીઇટીપીમાંથી નીકળતું ટ્રીટમેન્‍ટ કરેલું પાણી પાઇપલાઇનના મારફતે તડગામના દરિયામાં એક કિલોમીટર અંદરના ભાગે છોડવામાં આવે છે. આ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લાંબા સમયથી કાર્યરત છે. હવે સરીગામ સીઇટીપીની ક્ષમતા 12.50 એમએલડી થી વધારી 25 એમએલડી કરાતા દરિયા સુધી પહોંચતીપાઇપલાઇનની ક્ષમતા પણ વધારવાની ફરજ પડી છે. અને હાલમાં આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે કામગીરી કાંઠા વિસ્‍તારની પ્રજાને નજરે પડતા વિરોધ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
સરીગામ જીઆઇડીસીથી તડગામના દરિયા કિનારા સુધી બિછાવામાં આવેલી પાઇપલાઇનનો મુદ્દો નવો નથી આ અગાઉ ઘણી વખત સ્‍થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્‍યો પરંતુ સ્‍થાનિક રાજકીય આગેવાનની પરોક્ષ સડોવણીના કારણે સ્‍થાનિકો સફળ થઈ શકયા નથી. થોડા દિવસ પહેલા જીઆઇડીસીના એમડી સમક્ષ સરીગામ જીઆઇડીસીમાં એન્‍જિનિયરિંગ ઝોન અને પ્‍લાસ્‍ટિક ઝોનમાં પણ કેમિકલ એકમોને પરવાનગી આપવા માટેની ભલામણ ઉદ્યોગપતિઓના હિતમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવેલી છે. હજુ સુધી પરવાનગી મળી નથી પરંતુ પરવાનગી મળવાની શકયતા પણ નકારી શકાતી નથી. આ ઉપરાંત પણ ઉમરગામ તાલુકાના નોટિફાઇડ બહારના વિસ્‍તારમાં પ્રદૂષણ એકમો બે રોકટોક સ્‍થાપિત થઈ રહ્યા છે. પરંતુ રાજકીય આગેવાનો જનતાના હિતમાં એક પણ શબ્‍દ ઉદ્યોગપતિઓની વિરુદ્ધ ઉચ્‍ચારતા નથી એથી ઊલટું જાહેર કાર્યક્રમોમાં આમંત્રિત કરી રાજકીય આગેવાનો પ્રદૂષણ ઓકતા એકમોના માલિકોને સનમાનિત કરતા જોવા મળે છે. આમ વાડ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવીએવી પરિસ્‍થિતિનું નિર્માણ થયેલું છે. હાલમાં પ્રદૂષણની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં આવા પામ્‍યો છે. આ કામગીરી ચાલુ કરવા પહેલા પાઇપલાઇનની કામગીરીની દરખાસ્‍ત, મંજૂરી તેમજ ટેન્‍ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાથી ગાંધીનગરમાં પ્રતિનિધિત્‍વ કરતા રાજકીય આગેવાન અજાણ હોય એ માનવામાં આવતું નથી. હવે આવતીકાલની બેઠક ઉપર જનતાના હિતમાં રાજકીય આગેવાનો કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.

Related posts

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment