Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકો-રાહદારીઓ મુશ્‍કેલીમાં

ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજમાં ઢાંકણથી ગંદુ પાણી વહી રહ્યું છે છતાં પણ તંત્ર પહોંચ્‍યુ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: પબ્‍લિક ડિપાર્ટમેન્‍ટની જાહેર કામગીરી ફરજ બજાવતા તંત્રો એટલા બધા રેઢીયાળ અને બેજવાબદાર રીતે કામગીરી કરતા રહ્યા હોવાની વ્‍યાપક ફરિયાદો અવાર નવાર સામે આવે છે. તેવી વધુ એક ઘટના વાપી જીઆઈડીસી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજના ઢાંકણમાંથી ગંદુ પાણી બહાર રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે. પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર મુશ્‍કેલીમાં રોજ મુકાઈ જતા જોવા મળી રહ્યા છે.
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં જાહેરપબ્‍લીક પ્‍લેસ એવી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર વિકટ સમસ્‍યા સર્જાઈ છે. મેઈન રોડથી પસાર થતી ગટર લાઈનના ઢાંકણમાંથી ત્રણ-ચાર દિવસથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે. જીઆઈડીસી તંત્ર હેઠળ આવતી કામગીરી છે. પરંતુ તંત્રનો રેઢીયાળ વહીવટ લોકોને મુશ્‍કેલીમાં ધકેલી રહ્યો છે. ચાર દિવસથી ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે પણ મરામત કરવાની ફુરસદ તંત્ર પાસે નથી તેવું સ્‍થાનિક લોકો અને વેપારીઓ જણાવી રહ્યા છે.

Related posts

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment