December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

તીઘરા મામાના ઘરથી પરત વલસાડ ફરી રહેલ માં-દીકરાને પારડી ખાતે અજાણ્‍યા વાહને ટક્કર મારતા ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વલસાડ લુહાર ટેકરા, જળદેવી માતાના મંદિર, જીવન ઈચ્‍છા એપાર્ટમેન્‍ટ, રૂમ નંબર 304 ખાતે રહેતા અને વલસાડ ખાતે જ મહાવેદ સ્‍ટેશનરી નામની દુકાન ધરાવતા ઝુબીન સુરેશ બોહરા પોતાની માતા બિસાબેન સાથે તારીખ 10.11.2024 ના રોજ પારડીના તીઘરા ખાતે મામાના ઘરે આવી સાંજે આશરે 6:00 કલાકે પોતાની સુઝુકી એક્‍સેસ મોપેડ નંબર એમએચ 04 જીપી 0069 લઈ પરત વલસાડ ફરી રહ્યા હતા.
આ દરમિયાન પારડી ચાર રસ્‍તા ઓવર બ્રીજ ઉપર એકઅજાણ્‍યા વાહન ચાલકે પાછળથી આવી મોપેડને ટક્કર મારતા બંને માં-દીકરા જમીન પર નીચે પટકાયા હતા. નીચે પટકાતા ઝુબીનને જમણા હાથમાં ફેક્‍ચર તથા કમરના ભાગે ઇજાઓ થઈ હતી જ્‍યારે માતા બીશાબેનને ડાબા હાથ અને ડાબા પગમાં ફ્રેક્‍ચર થયું હતું.
અકસ્‍માત જોઈ ભેગા થયેલા લોકોએ 108 બોલાવી બંને માં-દીકરાને પારડી હોસ્‍પિટલ ખાતે લઈ જતા પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ વધુ સારવાર અર્થે બંને માં-દીકરાને વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. સારવાર બાદ મોપેડ ચાલક ઝૂબીને અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment