વિશ્વને સાપેક્ષતાના સિદ્ધાંતની ભેટ આપનાર, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનની યુરોપની એક વિખ્યાત યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. કુલપતિના આદેશ મુજબ સ્થાનિક કર્મચારીએ આઈન્સ્ટાઈનને તેમની ઓફિસ બતાવી. ઝીણી નજરથી આઈન્સ્ટાઈને સમગ્ર ઓફિસને નીરખી. આછાં સ્મિત સાથે તેમણે પેલાં કર્મચારીને કહ્યું, ‘બધું બરાબર છે, પણ મારે મોટી કચરાપેટીની જરૂર પડશે. ‘સાહેબ કચરાપેટી તો છે જ. મને લાગે ત્યાં સુધી આપની’ ઓફિસ માટે તેની સાઇઝ યોગ્ય છે. કર્મચારી કાંઈ વધુ બોલે તે પહેલાં જ આઈન્સ્ટાઈને તેને કહ્યું, ‘આપની વાત સાચી છે, પરંતુ મારાં લખાણમાં ભૂલો બહુ હોય છે એટલે મારું ઘણુંખરું લખાણ કચરાપેટીમાં જ જાય છે, એટલે મોટી કચરાપેટી હોય તો સુગમ રહે! પેલો કર્મચારી આવાક્ બની ગયો. આઈન્સ્ટાઈનનું આઇક્યુ લેવલ 160-190ની વચ્ચે હોવાનો અંદાજ છે, જે વિશ્વના ટોચની બુદ્ધિશાળી વ્યક્તિઓમાં જ જોવા મળે. ભૌતિકશાષામાં તેમનું ગ્રાઉન્ડબ્રેકિંગ યોગદાન નોંધપાત્ર છે. ખાસ કરીને તેમના સાપેક્ષતાના સિદ્ધાંતે, અવકાશ અને સમય વિશેની આપણી સમજમાં ક્રાંતિ લાવી. તેમના કાર્યની આધુનિક ભૌતિકશાષાના વિકાસ પર ઊંડી અસર પડી છે. તે માટે તેમને 1921માંભૌતિકશાષામાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમ છતાં તેઓ પણ એક પ્રથમ પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયાં હતાં! આઈન્સ્ટાઈન ઘણી વખત કહેતાં, ‘હું બધાં કરતાં વધારે ભૂલો કરું છું અને તેમાં સુધારો પણ ઝડપથી કરું છું.’ એવું કહેવાય છે કે આઈન્સ્ટાઈને તેમની ઓફિસની કચરાપેટી પર ‘ફક્ત ભૂલો માટે’ એવું લેબલ માર્યું હતું! આઈન્સ્ટાઈનની એક પ્રખ્યાત ભૂલ એ હતી કે તેમણે નાની બિલાડી માટે નાનું અને મોટી બિલાડી માટે મોટું બાકોરું પાડેલું! શું મોટાં બાકોરામાંથી નાની બિલાડી ન જઈ શકે? તેઓ આવી પોતાની ક્ષુલ્લક ભૂલોને આનંદથી વધાવતાં. ભૂલ કરવી એ નાલેશી નથી. પોતાની ભૂલ જાણવી એ સિદ્ધિ છે! ‘પોતાની ભૂલ ન સ્વીકારવી’ એ માનવમાત્રનો એક છુપાયેલો આભિગમ છે. આ જ અભિગમ પ્રગતિનો પ્રતિરોધક બને છે. યોગીજી મહારાજ કહેતાં; ‘કોઈ મારી ભૂલ બતાવે તો હું બહુ રાજી થાઉં.’ ભૂલો એ શોધનું પોર્ટલ છે. ભૂલો શોધવી એ એક કળા છે. એ કળાના પુરસ્કાર રૂપે લાખોની કમાણી પણ થઈ શકે! જાણીને આヘર્ય થશે કે એપલ, ગૂગલ, ઇન્ટેલ જેવી સંસ્થાઓ કે વિવિધ ચીજોની ઉત્પાદક કરતી ‘વિખ્યાત કંપનીઓ પોતાના સોફટવેર કેસિસ્ટમ્સમાં ભૂલ’ બતાવનારને કલ્પનાતીત પુરસ્કાર આપી ચૂક્યા છે. 2020માં માઇક્રોસોફટે તેના ખ્દ્યયશ્વફૂ ક્લાઉડપ્લેટફોર્મમાં ગંભીર ખામીઓ શોધવા માટે ભારતીય સુરક્ષા સંશોધક શ્રી સત્ય કોટાને 10 મિલિયન ડોલર (82 કરોડ રૂપિયા)નું ઇનામ આપ્યું હતું! ‘બગ બાઉન્ટી’ નામનો એક પ્રોગ્રામ છે, જે એવી વ્યક્તિઓને પુરસ્કારો આપે છે કે જેઓ તેમના ઉત્પાદનો, સેવાઓ અથવા સિસ્ટમમાં સૉફટવેર વાઇરસ, ક્ષતિઓ અથવા સિક્યુરિટી પ્રોબ્લેમ શોધે છે અને તેની જાણ કરે છે. સામાન્ય રીતે ભૂલોને કારણે ઘણાં પ્રોજેક્ટોને નિષ્ફળતામાં ખપાવી દેવામાં આવે છે, પરંતુ એ યાદ રહે છે કે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી. પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે, તે સફળતાનો એક ભાગ છે. ભૂલો થવી ખૂબ સામાન્ય વાત છે, પરંતુ ભૂલોમાંથી શીખાયેલું શાણપણ મૂલ્યવાન હોય છે. આજકાલ ખેતીમાં નુકસાન જાય, દેવું વધી જાય, કંપનીમાં ખોટ જાય, પરિવારમાં કંઈ પણ અણબનાવ બને, ધારેલું ન થાય તો સપરિવાર આત્મઘાત કરવાની જાણે એક ફેશન બની ગઈ છે! હા, આ એક ફેશન જ છે. નિષ્ફળતાને કાયરતામાં ફેરવવું તે નારી મૂર્ખતા છે. હકીકતમાં નિષ્ફળતાનો આઘાત લાંબો ટકતો નથી. સમય તેનું ઔષધ છે. સુખ અને દુઃખનું ચક્ર ફરતુંરહે છે. દરેક વ્યક્તિએ પ્રતિકૂળતાનો સામનો કરવા માટે સ્થિરતા જાળવવી જરૂરી છે. ભૂલોને તકોમાં પરિવર્તિત કરવી જોઈએ. ગંદા પાણીનોકૂવો ઉલેચતા જ રહીએ તો કૂવો શુદ્ધ પાણીથી ભરાશે. તેમ ભૂલોને ઉલેચતા રહી તો સફળતા હાથવેંત બની જાય છે. ધૈર્ય અને પુરુષાર્થ નિષ્ફળતાનું મારણ છે. મસ્તિષ્કમાં ઘર કરી ગયેલાં નકારાત્મક વિચારોને હડસેલવું તે બહાદુરી છે. ‘લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે.’ આ જગપ્રસિદ્ધ ગુજરાતી કહેવત કેમ ભુલાતી જાય છે? આપણી નજર સામે કેટલાંયે નિષ્ફળતાને ચકમો આપ્યો છે! બલ્બની શોધ કરનાર થોમસ આલ્વા એડિસને 10,000થી નિષ્ફળ વધુ પ્રયોગો કર્યા હતા, પરંતુ તે હાર્યા નહીં. તેમણે તેમની ભૂલોને જુદી રીતે મૂલવી. તેઓ કહે છેઃ ‘હું નિષ્ફળ થયો નથી. મેં 10,000 એવી ક્ષતિઓ શોધી કાઢી છે, જે મારાં સંશોધનમાં વિઘ્નકર્તા નહીં બને!’ આને કહેવાય સકારાત્મક વલણ! જે. કે. રૉલિંગની બહુ ખ્યાતિને પામેલી હેરી પોર્ટરની વાર્તા પ્રકાશિત થતાં પહેલાં બાર વખત રિજેક્ટ થયેલી! 1974માં લખાયેલી સ્ટીફન કિંગની ‘કેરી’ નામની નવલકથા પણ ત્રીસ વખત નકારી કાઢવામાં આવેલી. મનોરંજનનું વિખ્યાત ડિઝનીલેન્ડનું સ્વપ્ન સાકાર કરનાર વૉલ્ટ ડીઝની તેમની પહેલી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં! આવાં તો અનેક લોકો છે જેમણે પોતાની ભૂલો સ્વીકારી લક્ષ્યને પામવા કમર કસી છે. નિષ્ફળતામાં ક્ષણભર પણ નાસીપાસ થયાં વગર પોતાનીનબળાઈનું અન્વેષણ કરનાર વ્યક્તિ જ સફળતાના શિખરો સર કરે છે. ‘ભૂલો થવી નિષ્ફળતા મળવી’ એ છૂપાયેલી શક્તિઓને જાગૃત કરવાની એક તક છે એમ માની, ચાલો, આપણે એક કદમ આગળ વધીએ. ———-