Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી ખુડવેલના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ફેલાયેલી શોકની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: જમ્‍મુ કાશ્‍મીરના શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી તાલુકાના ખુડવેલ ગામના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલ રજા લઈને વતન આવેલા ત્‍યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સીઆરપીએફ જવાન હેમંતભાઈ પટેલને નિવૃત્તિના બે જ વર્ષ બાકી હતા ત્‍યારે અચાનક નિધન થયું હતું.
હેમંતભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ-41) (રહે.ખુડવેલ તા.ચીખલી જી.નવસારી) દેશની સીઆરપીએફ ફોર્સમાં શ્રીનગર માં 117-બટાલિયનમાં સિપાહી જનરલ ડ્‍યુટીમાં ફરજ બજાવતા હતા. તેઓ ગત 26/10/2024 ના રોજ મહારાષ્ટ્‌ના લાતુર સ્‍થિત આરટીસી ટ્રેનીંગ સેન્‍ટરથી રજા લઈને ઘરે આવ્‍યા હતા. આ દરમ્‍યાન ગતરાત્રે તેમને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરાટ થતા ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાં સારવાર માટે લાવતા ત્‍યાં ફરજ પરના તબીબે હેમંતભાઇને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં સબ ડિસ્‍ટ્રિક હોસ્‍પિટલ ખાતે સ્‍થાનિક ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ, તાલુકા સભ્‍યમહેશભાઈ ફડવેલના સરપંચ પતિ હરીશભાઈ, ભાજપ પ્રમુખ મયંકભાઈ આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો મોટી સંખ્‍યામાં એકત્ર થયા હતા. હેમંતભાઈ પટેલ સીઆરપીએફમાં 2007 ના વર્ષથી જોડાયા હતા. અને નિવૃત્તિના બે જ વર્ષ બાકી હોવાનું જાણવા મળ્‍યું હતું. તેમનું 41-વર્ષની ઉંમરે અકાળ નિધનથી પરિવાર અને સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેઓ તેમની પાછળ પત્‍ની, એક સંતાન, બહેન, માતા-પિતા સહિતના પરિવારને વિલાપ કરતા છોડી જતા ગમગીની ફેલાઈ હતી.
હેમંતભાઈનું પુરા રાજકીય સન્‍માન સાથે અંતિમવિધિ માટે તજવીજ હાથ ધરાઈ હતી.

સીઆરપીએફ જવાન બીલીમોરા રેલવે સ્‍ટેશને ટિકિટ કન્‍ફર્મ કરવા જવા જતા કર્મચારીઓ સાથે થયેલ બબાલમાં આઘાત લાગતા છાતીમાં દુઃખાવો ઉપડયો હોવાની ચર્ચા

ખુડવેલના સીઆરપીએફના જવાન ટિકિટ કન્‍ફર્મ કરવા માટે ગતરાત્રે બીલીમોરા રેલવે સ્‍ટેશન પર ગયા હતા. અને ત્‍યાં કર્મચારીઓએ તેમની સાથે માથાકૂટ કરતા તેમને આઘાત લાગતા ઘરે આવ્‍યા બાદ છાતીમાં દુઃખાવો ઉપડ્‍યો હોવાની ચર્ચા બહાર આવી હતી. ત્‍યારે પોતાના અને પરિવારની ચિંતા કર્યા વિના દેશની સરહદે ખડેપગે સેવા બજાવનાર સૌનિકનું માન-સન્‍માન ન જાળવનાર રેલવે સ્‍ટેશનના જવાબદાર કર્મચારીઓ સામે તપાસ કરી તેઓસામે ગુનો દાખલ કરી સસ્‍પેન્‍ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હેમંતભાઈએ શ્રીનગર જવા માટે ટિકિટ બુક કરાવી હતી. અને તેઓ આજે ફરજ પર હાજર થવા નીકળવાના હતા. પરંતુ ટિકિટ કન્‍ફર્મ ન હોય તે માટે રાત્રે બીલીમોરા રેલવે સ્‍ટેશને ગયા હતા. તે સમયે ત્‍યાં ફરજ પરના પોલીસ સહિતના રેલવેના કર્મચારી દ્વારા ગેરવર્તણુંક કરી માથાકૂટ કરતા સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ધારાસભ્‍ય નરેશભાઈ અને સાંસદ ધવલભાઈને પણ જાણ કરતા તેઓ દ્વારા પણ રેલવેના કર્મચારીઓને જરૂરી સૂચના અપાઈ હતી. પરંતુ પોતે સીઆરપીએફ જવાન હોવાની ઓળખ આપવા છતાં પણ રેલવે કર્મચારીઓએ માથાકૂટ કરવાનું ચાલુ રાખી તેમનું માન સન્‍માન ન જાળવતા તેમને તે વાતે આઘાત લાગી જતા ઘરે આવ્‍યા બાદ આવી સ્‍થિતિ સર્જાઈ હતી. અને રાત્રીના બે વાગ્‍યાના અરસામાં તેમનું નિધન થયું હતું. જોકે આ બાબતનો પોલીસ ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર બાબતે તટસ્‍થ તપાસ કરી દેશમાં જવાનનું માન સન્‍માન ન જાળવી માથાકૂટ કરનાર રેલવે કર્મીઓ સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

Related posts

ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં દમણના ઉમંગ ટંડેલનો સમાવેશ : સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

vartmanpravah

મતગણતરી અન્‍વયે 26-વલસાડ મતવિસ્‍તારમાં મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો અબ્‍ઝર્વરોની તાલીમ યોજાઈ

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment