January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ એક પર્યટન સ્‍થળ છે જ્‍યાં દેશ-વિદેશના પર્યટકો ફરવા માટે આવે છે અને દીવ પ્રદેશનો મુખ્‍ય વ્‍યવસાય પણ પર્યટન કહી શકાય, ટૂંકમાં કહીયે તો દીવ પર્યટન ક્ષેત્ર પર નભે છે ત્‍યારે પર્યટન સ્‍થળ પર કર્મચારીઓ દાદાગીરી કરી પર્યટકોને પરેશાન કરી, સરકારને જ નુકસાન પહોંચાડે છે તેવું કહી શકાય. કહેવત છે ને કે ચા કરતાં કીટલી ગરમ તેવી જ રીતે દીવ પ્રશાસન દીવને વિશ્વની ફલક પર લઈ જવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે, ત્‍યારે પર્યટન સ્‍થળોએ કામ કરનાર કર્મચારીઓ પોતાની મનમાની અને દાદાગીરી કરે છે જેથી દીવમાં આવતા પર્યટકો દીવની ખરાબ છબી લઈને જાય છે, દીવમાં આવેલ પી-49 નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ થોડા સમય પહેલા જ પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો છે, તેનો કોન્‍ટ્રાક્‍ટ ગુજરાતમાં આપેલો છે પરંતુ તેમાં રહેલા કર્મચારીઓ વધુ પર્યટકોને લીધે પર્યટકોને કાબૂમાં લેવા ને બદલે સમય પહેલા જ ટિકિટ બારી બંધ કરી હતી જેના કારણે દૂર દૂરથી આવેલાપર્યટકો નિરાશ થયા હતા, અને ત્‍યાંના પર્યટકો પણ પરેશાન થાય હતા. આ વાતની ખબર ટૂરીઝમ ઓફિસર હિતેન બામણીયા તથા તેમના કર્મચારી કાંતિભાઈ સિકોતેરિયા ત્‍યાં પહોંચ્‍યા હતા પરંતુ તેની સામે પણ આ કર્મચારીએ દાદાગીરીથી વાત કરી હતી, અને કોઈપણ વાત સાંભળી ના હતી, સાથે ઉપસ્‍થિત પત્રકારો સાથે પણ દાદાગીરી અને ગેરવર્તન કર્યું હતું. ત્‍યાં રહેલા સ્‍થાનિક લોકોએ પણ જણાવ્‍યું હતું કે, આ કર્મચારી બધા સાથે ખરાબ વર્તન કરે છે, તેઓ એ જણાવ્‍યું હતું કે, પ્રીવેડિંગ કરવા આવેલા લોકો પાસેથી પણ 500 રૂપિયા અને પર્યટકો લગેજ મૂકે તેના પણ 20 રૂપિયા ઉઘરાણી કરે છે, આથી દીવ પ્રશાસને આ વાતને ગંભીરતાથી લઈ આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ, જેથી પર્યટકો પાસે દીવની સારી છબી બને.

Related posts

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

vartmanpravah

Leave a Comment