Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

વરસાદે વિરામ લીધાને લાંબો સમયવીતવા છતાં હાઇવે ઓથોરિટીને ખાડા પુરવાની ફુરસદ નથીઃ વાહન ચાલકો જીવના જોખમે આ સર્વિસ રોડ પરથી પસાર થવા મજબુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ અને તેના સર્વિસ રોડની છેલ્લા વર્ષોમાં સૌથી ખરાબ સ્‍થિતિ આ ચોમાસામાં જોવા મળી છે. અને મરામતમાં પણ હાઇવે ઓથોરિટી અને તેની એજન્‍સી દ્વારા સૌથી વધુ બેદરકારી આ વખતે જ દાખવવામાં આવી હોય તેવું સ્‍પષ્ટ દેખાઇ રહ્યું છે. હાઈવેની વાત હોય કે તેના સર્વિસ રોડની પરંતુ મરામતમાં નકરી વેઠ ઉતારી મનમાની ચલાવવામાં આવી રહી છે.
તાલુકામાંથી પસાર થતા હાઇવેના સર્વિસ રોડ ઉપર ચોમાસામાં ઠેર ઠેર મસમોટા ખાડા પડયા હતા. આજે વરસાદે વિદાય લીધાને લાંબો સમય વીતવા છતાં મરામત કરાઈ નથી. થાલામાં પેટ્રોલપંપની આગળ તો આખેઆખો સર્વિસ રોડ બેસી જવા પામ્‍યો છે. અને એટલા મોટા અને ઊંડા ખાડા પડયા છે કે સર્વિસ રોડનું અસ્‍તિત્‍વ જ ભૂંસાઈ જવા પામ્‍યું છે. આવી હાલત તોછેવાડાના ગામડાના શેરી રસ્‍તાની પણ નથી. આ મહાકાય ખાડામાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે. ખાડાની આજુબાજુ સલામત જગ્‍યા શોધીને પસાર થવું પડી રહ્યું છે. સર્વિસરોડ ખાસ કરીને સ્‍થાનિકોને ખૂબ ઉપયોગી હોય તેવામાં ચોમાસાની વિદાયના દિવસો વીતવા છતાં મરામત માટે ફુરસદ મળી નથી.
ટોલટેક્ષ પેટે લાખો રૂપિયાની આવક મેળવનાર હાઇવે ઓથોરિટીને લોકોની સલામતીની કોઈ જ પડેલી ન હોય તેમ મરામતમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ચંૂટણીમાં મત મળી ગયા બાદ નેતાઓને પણ લોકોની સલામતી કે સુવિધા માટે ફુરસદ હોતી નથી. તેવા હાઇવે ઓથોરિટીને કોઈ પૂછનાર જ ન હોય તેવામાં મનમાની કરવા માટે તેને મોકળું મેદાન મળી જવા પામ્‍યું છે. જેમાં લોકોએ પીસાવા સિવાય કોઈ છૂટકો જણાતો નથી ત્‍યારે આવી સ્‍થિતિમાં હાઇવે ઓથોરિટી દ્વારા કયારે મરામત કરાશે તે જોવું રહ્યું.

Related posts

દાનહની દૂધની પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં વાર્ષિક મહોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment