(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી જર્નાલિસ્ટ વેલ્ફેર એસોસિએશન દ્વારા વાપીના પત્રકાર સભ્યોની સામાન્ય સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી શહેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વાપીના પત્રકારોના હિતમાં સંગઠનની માંગ ઉઠી રહી હતી. વર્ષો બાદ હવે વાપીમાં વાપી જર્નાલિસ્ટ વેલ્ફેર એસોસિએશનની રચના કરવામાં આવીછે. અને સરકારી નોંધણી બાદ સંસ્થા સાથે સંકળાયેલા 25 થી વધુ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ મીટિંગમાં ભાગ લઈ મહત્વની માહિતી અને માર્ગદર્શન આપતા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ બેઠકમાં વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશનના વડા જીતેન્દ્ર પાટીલ, નાયબ પ્રમુખ મનોજ બથેજા, સેક્રેટરી દીપક પવાર, ખજાનચી રાજેશ યાદવ તેમજ સંસ્થાના માર્ગદર્શક તરીકે યોગેન્દ્ર પટેલ, સંજયભાઈ શાહ, સુરેશભાઈ ઉમતિયા, પ્રવીણભાઈ પટેલ અને સભ્યો મનોજ ભંડારી, મનીષ વર્મા, વિનય પટેલ, કલ્પેશ પટેલ, પિનલ પટેલ, મુન્ના વિરાણી, શકીલ સૈયદ, ક્રિષ્ના ઝા, જાવેદ ખાન, બાબા પઠાણ, મિલિંદ ચૌહાણ, ઈકરામકરમ સૈયદ, જીતુ માહ્યાવંશી, અક્ષય ગુપ્તા, સંજય સિંહ અને અન્ય પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજિત આ મીટિંગનો મુખ્ય હેતુ વાપી તાલુકાના તમામ સદસ્ય પત્રકારો માટે અકસ્માત વીમો, આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રથમ તબક્કાની કામગીરી સાથે જોડાયા બાદ તેમની સુરક્ષાના અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત તમામ પત્રકાર સભ્યોએ મુખ્યત્વે અકસ્માત વીમો અને આરોગ્યને લગતા અનેક લાભો અંગે સહમતિ દર્શાવી હતી અને વાપી શહેરના પત્રકારોના ભવિષ્ય માટે ચર્ચા કરી હતી.
આવનારા ભવિષ્યમાં વાપી પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારાસમયાંતરે વિવિધ સામાજીક કાર્યોનું આયોજન કરવા તેમજ વિવિધ સામાજિક કાર્યોમાં સહયોગ આપવા જણાવાયું હતું.