Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાતના ઉત્તરે પ્રવેશદ્વાર શામળાજી તીર્થસ્‍થળથી મહારાષ્‍ટ્ર બોર્ડર સુધીના મંદિરોની અંદર શામળાજીની મૂર્તિ ન હોવાથી વાપી હાઉસિંગ સ્‍થિત મહાકાળી મંદિરમાં શામળાજી ભગવાનની મૂર્તિની સૌ પ્રથમ સ્‍થાપના કરવામાં આવી હતી.સહકાર મિત્ર મંડળ ટ્રસ્‍ટના સહયોગથી ભગવાન શ્રી દેવ ગદાધર શામળાજી (વિષ્‍ણુ ભગવાન) ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યોજાયો હતો. 3000 હજારથી વધુ ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
વાપી શહેરને કર્મભુમિ બનાવનાર મુળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મણિયોર ગામના ભટ્ટ પરિવારના મોભી મહેશભાઈ ભટ્ટ 1975-76 માં નોકરી-ધંધાર્થે વાપી આવેલ, ત્‍યાર બાદ 1981-82 માં કેમિકલ ઉદ્યોગની યુનિટની સ્‍થાપના કરી હતી. સમયાંતરે તેમના ભાઈ મુકેશભાઇ ભટ્ટ તથા વીઆઇએના માજી સેક્રેટરી, માજી વલસાડ જિલ્લા લધુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ ચૈતન્‍ય ભટ્ટ સનતરાય પરિવાર અહી સ્‍થાયી થયા હતાં. કર્મભુમિનું ઋણ જેટલુ ચુકવો એટલે ઓછુ છે એવા ઉદેશ્‍ય સાથે ભટ્ટ પરિવારનાં ચૈતન્‍યભાઈ ભટ્ટ, મહેશભાઈ ભટ્ટ, મુકેશભાઈ ભટ્ટ, ઋષિરાજ ભટ્ટ વિગેરેએ ઈષ્ટ દેવ એકલિંગજી તેમજ કુલદેવી મહાકાળી માતાજીની કળપાથી તેમજ સહકાર મિત્ર મંડળ ટ્રસ્‍ટના સહયોગથી ભગવાન શ્રી દેવ ગદાધર શામળાજી (વિષ્‍ણુ ભગવાન) ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન મહાકાળી મંદિર ગુ.હા.બોર્ડ જીઆઇડીસી વાપી ખાતે કરાયું હતું. પૂર્વ રાજ્‍યકક્ષાનાં મંત્રી અને 182 – ઉમરગામનાં ધારાસભ્‍ય રમણલાલ પાટકર, કપિલ સ્‍વામી, જિલ્લા કલેકટર નિમેશભાઈ દવે, વાપી વિભાગનાં નાયબપોલીસ અધિક્ષકશ્રી દવે, વીઆઇએના માજી પ્રમુખ મહેશ પંડયા, ભાજપ નોટીફાઇડનાં પ્રમુખ હેમંતભાઈ પટેલ, પૂર્વ વાપી ન.પા. કારોબારી અધ્‍યક્ષ મિતેષભાઈ દેસાઈ, વાપી ન.પા. પૂર્વ પ્રમુખો, પરેશભાઈ દેસાઈ, પારુલબેન દેસાઈ, અગ્રણી બિલ્‍ડર જયસુખભાઈ ચભાડિયા, અગ્નીતભાઈ જાની, રજનીકાંત મહેતા, ચંદ્રકાંત ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ શિક્ષિત પરિવાર ઔદ્યોગીક ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્‍થાન ધરાવે છે, આ પરિવાર માં 5 તબીબો, એક કેમિકલ એન્‍જીનિયર અને એક કલાસ વન ઓફિસરનો પણ સમાવેશ થાય છે. બ્રહસમાજના આગેવાન અને ભાજપનાં નોટીફાઇડ મંડળનાં પ્રથમ પ્રમુખ મહેશભાઈ ભટ્ટે જણાવ્‍યું હતું કે ગુજરાતના પ્રવેશદ્વારે શામળાજી ભગવાન દેવગદાધર કે જેને સમગ્ર પ્રજા કૂળદેવતા માને છે. આદિવાસી સમાજ શામળાજીને આરાધ્‍ય દેવ માને છે.
દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા શામળાજી ભગવાનની કળપા થકી કરવામાં આવી છે.

Related posts

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment