July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલામાં 14મી નવેમ્‍બરના દિવસે ખૂબ જ ધામધૂમથી ‘બાળ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. શાળાના શિક્ષકો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને ‘‘બાળ દિન” વિશે સમજાવવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ સવારે 9 વાગ્‍યાથી 11:30 વાગ્‍યા સુધી શાળાનાં પરિસરમાં ‘આનંદ મેળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ વાનગીઓના દુકાનો લગાવવામાં આવ્‍યા હતા. જેની બાળકોએ ખૂબ જ મજા માણી હતી અને ત્‍યાર પછી બાળકોને ડીજે પર ધૂમધામ પૂર્વક નૃત્‍ય કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નેતૃત્ત્વ હેઠળ થયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બાળ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

Leave a Comment