December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

વાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના દૂધની ગામ ખાતે આવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત લાઈફ સ્‍કિલ થીમ આધારિત વિદ્યાર્થીનીઓ માટે શાળા લેવલ પર રોજિંદા જીવનની વ્‍યવહારોમાં ઉપયોગી એવા કિચન ગાર્ડનિંગ, રસોઈબનાવવાની રેસિપી, બેઝિક ઈલેક્‍ટ્રીક નોલેજ, નાણાકીય સાક્ષરતા, બાળ અધિકાર અને પોક્‍સો, પારંપરિક સંસ્‍કૃતિ કલાઓ જેવા મહત્ત્વપૂર્ણ વિવિધ વિષયોના માર્ગદર્શન માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દૂધની ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાં હાલમાં ઈલેક્‍ટ્રીક વિષયના શિક્ષક અને એલ.ઈ.ડી. બલ્‍બથી જાણીતા શ્રી સુનિલભાઈ ખાંજોડીયા અને 2001માં એસ.એસ.સી.માં ટોપર શ્રી શંકરભાઈ દોડીયા સહિતના આદિવાસી યુવાઓએ ઈલેક્‍ટ્રીક બેઝિક માહિતી શાળાના વિદ્યાર્થીઓને પુરી પાડી હતી.
આ અવસરે શ્રી સુનિલભાઈ ખાંજોડીયા અને શ્રી શંકરભાઈ દોડીયાએ જણાવ્‍યું હતું કે, અમે જે પણ કંઈક શીખ્‍યા છીએ એનો ઉપયોગ આપણાં સમાજને આગળ વધારવા માટે થાય તો અમારા માટે એના જેવી બીજી કોઈ મોટી ખુશી નથી. આ અવસરે શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment