આરોપી ભગુ(ભગવાન) કાસુભાઈ માલવાની પોલીસે ધરપકડ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: કપરાડાના ચાવશાળા ગામે દેવા ફળીયામાં રહેતા માજી સરપંચની પત્નીનીસાવકા પૂત્રએ દાતરડુ રહેસી ક્રુર હત્યા કર્યાના બનેલા બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. કપરાડા ચાઉશાળા ગામમાં રહેતા માજી સરપંચ કાસુભાઈ માલવાએ બે લગ્ન કરી બે પત્ની સાથે રહે છે. ગત ગુરૂવારે પૂત્ર ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ માલવાને તેની સાવકી મા અને માતા સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ભગુ બેકાર રખડતો હતો. ઘરમાં મદદ નહી કરતા બન્ને માતાઓ સમજાવતી હતી ત્યારે ઝઘડો કરી ભગુ ગુસ્સે થઈને દોડયો હતો. ઘરની પાછળના ભાગેથી દાતરડુ લાવીને સાવકી માને દાતરડુ મારી રહેંસી ક્રૂર હત્યા કરી હતી. ગ્રામજનો, પડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આરોપી ભગુની ધરપકડ કરી લાશને પી.એમ. માટે મોકલી આપી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

