January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ.૧૯.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનો ખાતમુર્હુત સાથે રૂ.૧૦.૮૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિકાસના કામોનું કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ઉમરગામ પાલિકા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને તેમજ પ્રજાના હિત અને આવશ્યકતાને ધ્યાનમાં રાખી પાલિકાના પ્રમુખ શ્રી મનીષભાઈ રાય, ઉપપ્રમુખ શ્રીમતી જયશ્રીબેન માછી અને કારોબારી અધ્યક્ષશ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલ ચંદ્રસિંહના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતલ વિકાસની નેમ સાથે આગળ વધી રહી છે. આજરોજ રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને જિલ્લા કલેકટર શ્રી નિમેશભાઈ દવે ની ઉપસ્થિતિમાં રૂ.૩૦.૬૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલા અને નિર્માણ થનારા કામોની ખાતમુર્હુત અને લોકાર્પણ વિધિ કરવામાં આવતા પાલિકાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આજથી પ્રારંભ કરવામાં આવેલા નવા કામોમાં વોર્ડ નંબર પાંચમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કુત્રિમ તળાવ ડેવલપ કરવાની કામગીરી, વિવિધ વિસ્તારોમાં બ્યુટીફિકેશન માટે મ્યુરલ પેન્ટિંગ અને સેલ્ફી પોઇન્ટની કામગીરી, વૃક્ષોનું વાવેતર, અકરામારુતિ સર્કલ પાસેથી ટાઉન બસ સ્ટોપ સુધી આઇકોનિક રોડ સુશોભિત કરવાની કામગીરી, આ ઉપરાંત પાલિકાના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ અને વરસાદી પાણીનો નિકાલ માટે ગટરની વ્યવસ્થા તેમજ સ્મશાન ગૃહ રીનોવેશનની કામગીરી અને વિવિધ વિસ્તારોમાં પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરીનો સમાવેશ થઈ રહ્યો છે
તેવી જ રીતે પૂર્ણ થયેલા વિકાસના કામોમાં ઉમરગામ પાલિકા ભવન, ફાયર સ્ટેશન બિલ્ડીંગ, રેસ્ટ હાઉસ અને અકરા મારુતિ તળાવ ઉપર સોલાર રુફ ટોપની કામગીરી, વોર્ડ નંબર ચારમાં અધતન સુવિધા સાથે નિર્માણ કરવામાં આવેલું વાંચનાલય, વોર્ડ નંબર પાંચમાં કામરવર તળાવના ડેવલપમેન્ટની કામગીરી આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલ સહિતના પૂર્ણ થયેલા કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, જિલ્લા કલેકટર શ્રી નમેશભાઈ દવે, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઇશ્વરભાઇ બારી, યુઆઈએ પ્રેસિડેન્ટશ્રી નરેશભાઈ બંથીયા, ભાજપા તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ સોનપાલ, અગ્રણી કાર્યકર્તા શ્રી ટીનુભાઈ બારી, પૂર્વ ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, પૂર્વ પ્રમુખ શ્રીમતી જશુમતીબેન દાંડેકર, પાલિકાના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં પાલિકા વાસીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

Leave a Comment