Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સલાહકાર ડો.વી.કે. દાસને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશનના ચેરમેન ડોન રેટિંગે સુપ્રત કરેલી એમ્‍બ્‍યુલન્‍સની ચાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી સેલવાસની ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ઈન્‍ટરનેશનલ પેકેજિંગ પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા સેલવાસની જિલ્લા હોસ્‍પિટલ શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલને બે પહેલી સવારી એમ્‍બ્‍યુલન્‍સની ભેટમાં આપવામાં આવી હતી. ઓવેન્‍સ કોર્નિંગ ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી ડોન રેટિંગે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સલાહકાર ડો. વી.કે. દાસને ચાવી આપી બે પહેલી સવારી એમ્‍બ્‍યુલન્‍સ હોસ્‍પિટલને સોંપવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્‍ય વિભાગના અધિકારી અને ઓવેન્‍સ કોર્નિંગ ઈન્‍ટરનેશનલ પેકેજીંગના સંચાલક શ્રી ઓપેન્‍દર સિંહ, ઓવેન્‍સ કોર્નિંગ્‍સના ફિઝીશીયન ડો. પેધમ્‍બકર, ઓવેન્‍સ કોર્નિંગ ઈન્‍ટેરનેશનલ પેકેજિંગ પ્રોડક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડના મેડિકલ ઓફિસર ડો. દિનલ ઠક્કર તથા સેલવાસ સીએસઆરના સભ્‍યો હાજર રહ્યા હતા.
કેન્‍દ્રશાસિત પ્રદેશના ખૂણે ખૂણેથી સેંકડોની સંખ્‍યામાં દર્દીઓ દરરોજ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ સેલવાસમાં તેમની સારવાર કરાવવા માટે આવે છે, જેમાં આ હોસ્‍પિટલમાં પ્રસૂતિ માટે આવતી સગર્ભાસ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. તેમના આવવા માટે ઈમરજન્‍સી 108 સેવાઓ ઉપલબ્‍ધ છે પરંતુ ડિલિવરી બાદ તેમને નવા જન્‍મેલા બાળકને ઘરે લઈ જવા માટે ઘણી મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. જોકે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં નવજાત શિશુ અને તેની માતાને ડિલિવરી બાદ ઘરે જવા માટેની પ્રથમ રાઈડ એમ્‍બ્‍યુલન્‍સ સેવા પહેલેથી જ છેપરંતુ દર્દીઓની સંખ્‍યા એટલી બધી છે કે તમામને આ સેવા પુરી પાડવી ખૂબ જ મુશ્‍કેલ અને પડકારજનક છે. ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ઈન્‍ટરનેશનલ પેકેજીંગ કંપની લાંબા સમયથી સેલવાસમાં છે તેથી તેઓ દર્દીઓ અને હોસ્‍પિટલની દુર્દશા સમજી ગયા અને એક નહીં પરંતુ બે એમ્‍બ્‍યુલન્‍સ આપવાનું નક્કી કર્યું. હવે આ 2 ફર્સ્‍ટ રાઈડ એમ્‍બ્‍યુલન્‍સ આવવાથી વધુને વધુ દર્દીઓને તેનો લાભ મળશે. ડિલિવરી પછી ઘરે જવા માટે મહિલાઓએ મુશ્‍કેલીઓ સહન કરવી પડશે નહીં. ઈન્‍ટરનેશનલ પેકેજીંગ દ્વારા લેવામાં આવેલ આ પગલું પ્રશંસનીય છે.

Related posts

દાનહ બ્રાહ્મણ સેવા સમિતિમાં રૂા.75 લાખની થયેલી ગોબાચારી : સંઘપ્રદેશ પ્રશાસન તથા સેલવાસ અને ગુજરાત પોલીસને કરાયેલી ફરિયાદ

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment