January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.22
મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે શ્રી ડી.એચ.શાહ(ત્‍ખ્‍લ્‍) ની સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક થતાં શ્રી ડી.એચ.શાહે મંગળવારના રોજ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળી લીધો છે.
વર્ષ 2016માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (ત્‍ખ્‍લ્‍) સેવામાં પસંદગી પામીને તેમને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ત્‍ખ્‍લ્‍ની કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી ડી.એચ. શાહ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વતની છે અને શૈક્ષણિક લાયકાતમાં તેઓ બી.ઈ. સિવિલની પદવી ધરાવે છે. આ અગાઉ તેઓ ગુજરાતની વહિવટી સેવામાં વર્ષ 1993માં ખેડા જિલ્લામાં નાયબ કલેકટરથી સેવા શરૂ કરી હતી ત્‍યારબાદ તેઓશ્રી ખેડા અને વડોદરા જિલ્લામાં નિવાસી અધિક કલેક્‍ટર તરીકે અને બાદમાં વર્ષ 2016માં વાહન વ્‍યહવાર વિભાગના મંત્રીશ્રીના અધિક અંગત સચિવ તરીકે અને મુખ્‍યમંત્રીશ્રીના કાર્યાલયમાંખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વિકાસ અને પ્રજાકિય પ્રશ્નો ઉકેલવામાં શ્રી ડી.એચ. શાહે તમામ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક બજાવી છે.

Related posts

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

vartmanpravah

Leave a Comment