(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચેકીન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડમી ચીખલીના ક્રિકેટર ઓમ મહેશભાઇ ગજેરા અને ખુશી જીગ્નેશ ચાંપાનેરીની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સર્વ પ્રથમ જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્યકક્ષાએ અને હાલ નેશનલ કક્ષાના કેમ્પ માટેપસંદગી થઈ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ પોરબંદર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અંડર 14-16 અને 19 નેશનલ કેમ્પ માટે ખેલાડીઓનું સિલેક્શન રાખવામાં આવ્યું હતું જેમાં જે ચેકિન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડેમી ચીખલીના ક્રિકેટર ઓમ મહેશભાઈ ગજેરાની અંડર-14 અને ખુશી જીગ્નેશ ચાંપાનેરીની અંડર-19માં નેશનલ કક્ષાના કેમ્પમાં ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે નેશનલ કેમ્પમાં નવસારી જિલ્લામાંથી ત્રણ જ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. જેમાં બે ખેલાડી ચેકિન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડેમી ચીખલીમાંથી અને એક ખેલાડી માઝદા ક્રિકેટ ક્લબ નવસારીમાંથી નેશનલ કેમ્પ માટે પસંદગી થવા પામ્યા છે. તેમજ એકેડેમીના ક્રિષ્ના દેવાસી અંડર-19, મહાદેવ જોશી અંડર-19, ચાહત પટેલ અને ભવ્યા ગજ્જરે અંડર-19માં જિલ્લા કક્ષાએ પસંદગી પામી રાજ્યકક્ષાએ નેશનલ કેમ્પ માટેના સિલેક્શનમાં પોરબંદર ખાતે ભાગ લીધો હતો. જેઓને તાલીમ ચેકીન સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડેમી ચીખલીના કોચ અને ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી ભરતભાઈ સોલંકીએ અને મેન્ટલ તરીકે કોલેજના અધ્યાપક ડો.જયમલ નાયકે સેવા આપેલી હતી.
