August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: નવસારી જિલ્લા સહિત ચીખલી તાલુકામાં ડાંગર તેમજ શેરડીની કાપણી થતા ખેતર વિસ્‍તારમાં રહેતા દીપડાઓ રહેણાંક વિસ્‍તારમાં આવી ચડતા હોય છે. છેલ્લા એક સપ્તાહમાં ચીખલી તાલુકામાં રાત્રીના સમયે ત્રીજી વખત દીપડો લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થતા સ્‍થાનિકોમાં તેમજ ખેતરમાં રાત્રીમાં સમયે પાણી મુકવા જતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. જ્‍યારે રવિવારની રાત્રીના સમયે રાનકુવા શિવ દર્શન સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઈ રામુભાઈ હળપતિના ઘર પાસે દીપડો આંટાફેરા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. જોકે આ બાબતની જાણ ચીખલી વન વિભાગને કરાતા આરએફઓ આકાશભાઈ પડશાલા સહિતની ટીમે સ્‍થળ ઉપર જઈ જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

Leave a Comment