Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

શાળાના વિદ્યાર્થીઓ માટે ક્‍વિઝ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.18 : ‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની તમામશાળાઓમાં આજે ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્‍સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં આમંત્રિત જનજાતિના સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ આમંત્રિત આદિવાસી આગેવાનોએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવનને લગતી પ્રેરણાત્‍મક વાતો અને આદિવાસી સંસ્‍કળતિ અને ઇતિહાસ વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આપી હતી. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓમાં આદિજાતિ ગૌરવ દિવસની જાગૃતિ અને સમાજને પ્રોત્‍સાહન આપવા માટે, શાળામાં ક્‍વિઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

Leave a Comment