December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

અતુલ સેકન્‍ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન
કરવા આવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: મૃત્‍યુ ક્‍યારે અને કેવી રીતે આવે તેની તિથિ કે સમય નક્કી નથી. કંઈક આજે મંગળવારે પારનેરા ડુંગર ઉપર મહાદેવજીના દર્શન બાદ શિવલીંગનો અભિષેક કરી રહેલા ભક્‍તને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડેલા અને વૈકુંઠધામ સિધાવ્‍યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અતુલ સેકન્‍ડ ગેટ રહેતા કિશોરભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દરરોજ સવારે પારનેરા ડુંગર સ્‍થિત મહાદેવ મંદિરમાં આરતી-પુજા, દર્શન કરવા નિયમિત જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ મહાદેવ દર્શન કરવા ગયા હતા. આરતી પુરી થયા બાદ તેઓ શિવલીંગને અભિષેક કરી રહ્યા હતા ત્‍યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્‍યાંજ ઢળી પડયા હતા. ઉપસ્‍થિત ભક્‍તો પૈકી એકએ કિશોરભાઈને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અફસોસ તેઓને બચાવી શકાયા નહોતા. ભક્‍તોનું ભગવાનના દ્વારા જ કાયમી મિલન સર્જાઈ ચૂક્‍યુંહતું. ઉપસ્‍થિત ભાવિકો સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Related posts

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment