June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડની જાણીતી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ મહિલાનું સારવારમાં મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
વલસાડની પાસેના ગામની એક મહિલાને ન્‍યુમોનિયા થતા તેને વલસાડની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. એક સપ્તાહ સુધી મહિલાની હોસ્‍પિટલમાં સારવાર ચાલતી રહેલી. અંતે દર્દીની ક્રિટિકલ સ્‍થિતિ ઉભી થતા તબીબોએ મહિલાને સુરત ખસેડવાનું સ્‍વજનોને જણાવ્‍યું હતું. મહિલા સુરત સારવાર માટે લઈ જવાય તે પહેલાં હોસ્‍પિટલમાં જ દમ તોડી દીધો હતો. તેથી પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્‍યો હતો. મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો હતો. આટલા બધા રૂપિયા ખર્ચાયા પછી છેલ્લે સુરત લઈ જવાનું કહેવાયું તો જો દર્દીને સારવારની અસર નથી હોય તો તાત્‍કાલિક જે તે ટાઈમે સુરત મોકલી આપવી જોઈએ નેપરિવારજનો અને હોસ્‍પિટલના તબીબો વચ્‍ચે સારી એવી રકઝક અને મામલો ઉગ્ર બન્‍યો હતો.

Related posts

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment