December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

235 પૈકી 117 જગ્‍યામાં અગ્રતાક્રમનીજાહેર થયેલ સુચીનો વિરોધ કર્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ બી.આર.સી. ભવન ઉપર આજે બુધવારે શિક્ષકોનો બદલી કેમ્‍પ યોજાયો હતો. 500 ઉપરાંત શિક્ષકોએ બદલી કેમ્‍પમાં ભાગ લીધો હતો. પરંતુ 235 પૈકી 117 જગ્‍યા માટેની અગ્રતા ક્રમ અંગેની સુચી જાહેર કરાતાની સાથે જ ઉપસ્‍થિત શિક્ષકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
આજે વલસાડમાં બી.આર.સી. ભવનમાં જિલ્લા ફેર બદલી અંગે શિક્ષકો માટે કેમ્‍પ યોજાયો હતો. જેમાં જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં આવ્‍યા હોવાનું જાણવા મળતા શિક્ષકોએ હોબાળો મચાવી દીધો હતો. જેમાં 235 માંથી 117 જેટલી જગ્‍યાઓ માટે અગ્રતાક્રમ અપાતા શિક્ષકો રોષે ભરાયા હતા. ઓનલાઈન અરજીનો પણ વિરોધ કરવામાં આવ્‍યો હતો. પ્રાથમિક શિક્ષકો તરીકે બીજા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને જિલ્લામાં સમાવેશ કરવા માટેનો કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. આ બાબતે રાજ્‍યપાલ દ્વારા અગાઉ પરિપત્ર જાહેર કરાયો હતો. તેનું પાલન થયું હતું. વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો જે વર્ષોથી બહારના જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે તેવા શિક્ષકોને વતનના જિલ્લાનો લાભ આપવા માટે બદલી કેમ્‍પ યોજાયો હતો. પરંતુ 235 ખાલી સ્‍થાન ઉપર 117 જેટલા શિક્ષકો સમાવાયા હોવાની જાણ થતા મામલો ગરમાયો હતો.

Related posts

‘સંકલ્‍પ સપ્તાહ’ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતે એસએસસી બોર્ડમાં ટોપ કરતી દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના શિક્ષકોનું કરેલું સન્‍માન

vartmanpravah

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

વાપી, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં આજથી રિધ્‍ધિ સિધ્‍ધિના દાતા દેવતા ગણેશજીના મહામહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

રાજસ્‍થાનઃ પાલીના રોહત ખાતે યોજાયેલ 18મી રાષ્‍ટ્રીય ભારત સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં સંઘપ્રદેશ થ્રીડીએ મેળવેલા 11 પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment